ઑન-સ્ક્રીન થપ્પડ પર પણ લગાવો ડિસ્ક્લેમર : તાપસી પન્નુ

23 February, 2020 01:38 PM IST  |  Mumbai

ઑન-સ્ક્રીન થપ્પડ પર પણ લગાવો ડિસ્ક્લેમર : તાપસી પન્નુ

‘થપ્પડ’

તાપસી પન્નુનું માનવું છે કે ફિલ્મમાં આલ્કોહૉલના સેવન, સ્મોકિંગ અને પશુઓ સાથેની હિંસા બાદ હવે ‘થપ્પડ’ પર પણ ડિસ્ક્લેમર હોવું જોઈએ. તાપસીની ‘થપ્પડ’ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. અનુભવ સિંહાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ તથા સેન્સર બોર્ડને અપીલ કરવામાં આવી રહી છે કે ફિલ્મોમાં ‘થપ્પડ’ તથા ઘરેલુ હિંસા સંબંધિત ડિસ્ક્લેમર લગાવવું જોઈએ. એ માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ પિટિશન મહિલાઓના અધિકાર માટે લડત ચલાવતી સંસ્થા ચેન્જ.ઓઆરજીની મહિકા બૅનરજીએ શરૂ કરી છે. એ સિગ્નેચર કૅમ્પેનમાં અત્યાર સુધી ૧.૨૭ લાખ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. એ કૅમ્પેનને લઈને એક વિડિયો તાપસી પન્નુએ શૅર કર્યો છે. વિડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે તાપસીનો પતિ ફોન પર વાત કરતી વખતે દારૂ પી રહ્યો છે. બાદમાં સિગારેટ પણ પીએ છે. તાપસી તેને રોકવાનો પ્રયાસ કરે છે, તો તેનો પતિ તેના પર હાથ ઉપાડે છે. મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા પર તાપસી પોતાના વિચાર વ્યક્ત કરે છે. વિડિયોના અંતમાં તાપસી એ પિટિશન સાઇન કરવાની લોકોને અપીલ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર એ વિડિયો શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, ‘ડિસ્ક્લેમર! શું થપ્પડ પર ડિસ્ક્લેમર લગાવવું એ નાનકડી વાત છે. જો નહીં તો પિટિશન સાઇન કરો. હું ચેન્જ.ઓઆરજીઇન્ડિયાને સપોર્ટ કરું છું. જેમણે સેન્સર-બોર્ડને વિનંતી કરી છે કે ફિલ્મોમાં મહિલાઓ સાથે થતી હિંસાને લઈને ડિસ્ક્લેમર લગાવવાની મંજૂરી આપે.’

taapsee pannu bollywood news entertaintment