sahoo trailer release: મેગા એક્શન અને થ્રિલરનું પરફેક્ટ કોમ્બિનેશન

10 August, 2019 07:41 PM IST  | 

sahoo trailer release: મેગા એક્શન અને થ્રિલરનું પરફેક્ટ કોમ્બિનેશન

વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ સાહોનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટીઝર જેટલુ રોમાંચર હતું એટલુ જ રોમાંચક છે ફિલ્મનું ટ્રેલર. પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મેગાબજેટ અને મેગા સ્ટારર ફિલ્મ કેટલી ભવ્ય રહેશે તે ટ્રેલર જોઈને અંદાજ લગાવી શકાય છે. ફિલ્મના ટ્રેલર પહેલા ફિલ્મ મેકર્સે ફિલ્મના અન્ય કિરદારો સાથે લોકોને પરિચય કરાવ્યો હતો. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથેના સ્ટાર્સ પણ ધમાકેદાર ભૂમિકામાં જોવા મળી શકે છે. ફિલ્મ મેકર્સે સૌથી પહેલા તેલુગુ વર્ઝન જાહેર કર્યું હતુ ત્યાર બાદ મલિયાલમ અને તામિલ વર્ઝન જાહેર કર્યું હતું.

સાહોના ટ્રેલર રિલીઝની જાહેરાત સાથે જ દર્શકોમાં આતુરતા બની હતી જે ટ્રેલર રિલીઝ થતાની સાથે પૂરી થઈ છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રેલરની શરૂઆતથી લઈને અંત લવ, એક્શન, થ્રિલ, રોમાન્સનો ભરમાર જોવા મળી શકે છે. ફિલ્મમાં પ્રભાસ એક સામાન્ય લવ બોયથી લઈને એક રિબેલના અંદાજમાં જોવા મળશે.

ફિલ્મના ટ્રેલરને જોતા લાગી રહ્યું છે કે, સાહોમાં પ્રભાસ એક અન્ડરકવર કોપની ભૂમિકા ભજવી રહ્યો છે જ્યારે શ્રદ્ધા કપૂર એક ક્રાઈમ બ્રાન્ચ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. લીડ સિવાય પણ અન્ય કિરદારો પણ મજબૂત ભૂમિકામાં જોવા મળી શકે છે. ટીઝરની જેમ ટ્રેલરમાં મેગાબજેટ ફિલ્મની છાપ જોવા મળી રહી છે. મેગા એક્શન સિક્વન્સથી લઈને ફિલ્મના વિઝ્યુલ્સ તમને રોમાંચિત કરી શકે છે.

આ પણ વાંચો: સલમાન ખાને દબંગના ઍક્ટર દધી પાન્ડેનું હૉસ્પિટલનું બિલ ચૂકવ્યું

સાહો એક એક્શન થ્રિલર ફિલ્મ છે. સાહો મેગા બજેટ સાથે મેગા સ્ટાર સાથે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના કલાકારોને ફીસ તરીકે 125 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને મલિયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. સુજીતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ સાહો 30 ઓગસ્ટે રિલીઝ થશે.