05 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘મસ્તી 4’ ટીમ
‘મસ્તી’ ફ્રૅન્ચાઇઝીનો ચોથો ભાગ ‘મસ્તી 4’ ટૂંક સમયમાં જોવા મળશે. ‘મસ્તી’ના ત્રણ ભાગોએ ધૂમ મચાવ્યા બાદ હવે એનો ચોથો ભાગ રિલીઝ થવા માટે તૈયાર છે. તુષાર કપૂર અને ડિરેક્ટર મિલાપ ઝવેરીએ માહિતી આપી છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મિલાપ ઝવેરીએ ‘મસ્તી 4’ના સેટ પરથી સ્ટારકાસ્ટ સાથે શૂટ રૅપઅપની તસવીરો પોસ્ટ કરી છે. ફોટોમાં રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની, વિવેક ઑબેરૉય અને તુષાર કપૂર દેખાઈ રહ્યા છે. બધા કેક સાથે ‘4’નો પોઝ આપતા જોવા મળે છે.
મિલાપ ઝવેરીએ ફોટો સાથેની કૅપ્શનમાં ‘મસ્તી 4’ની રિલીઝ-ડેટ પર મોટો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ ૨૦૨૫માં જ રિલીઝ થશે.