KGF 2 Release Date: આજે થશે 'કેજીએફ 2' ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા

29 January, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

KGF 2 Release Date: આજે થશે 'કેજીએફ 2' ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા

KGF એક્ટર યશ

કન્નડ ફિલ્મ 'કેજીએફ'નો બીજો પાર્ટ 'કેજીએફ 2' ફિલ્મ રિલીઝ થવાની રાહ દર્શક જોઈ રહ્યા છે. 'કેજીએફ'ની જોરદાર સફળતા બાદ હવે ફૅન્સ આ રાહ જોઈને બેઠા છે કે ક્યારે 'કેજીએફ 2' જોવા મળશે. તો હવે ફૅન્સની આ પ્રતીક્ષા પૂરી જવા જઈ રહી છે. કારણકે કન્નડ અભિનેતા યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'કેજીએફ 2' કઈ તારીખે રિલીઝ થશે, તેની ઘોષણા આજે કરવામાં આવશે.

ફિલ્મ દિગ્દર્શન Prashanth Neelએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટર શૅર કરીને આ વાતની ઘોષણા કરી છે કે આજે સાંજે 6:30 વાગ્યે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવશે. દિગ્દર્શકે પોસ્ટર શૅર કરતા લખ્યું, 'વચન આજે સાડા છ વાગ્યે પૂર્ણ થશે.' તમને જણાવી દઈએ કે 'કેજીએફ'માં ફૅમસ કન્નડ એક્ટર યશે લીડ રોલ ભજવ્યો હતો. પરંતુ આ વખતે તેમની સાથે બૉલીવુડના ખલનાયક સંજય દત્ત અને બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન પણ નજર આવશે. સંજય 'કેજીએફ-2'માં અધીરાનો રોલ પ્લે કરશે. ફિલ્મને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે કન્નડ, તેલુગુ, હિન્દી, તમિળ અને મલયાલમ. હાલમાં જ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટ 'કેજીએફ ચેપ્ટર 2'ના હિન્દી રાઈટ્સ 90 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તાજેતરમાં 7 જાન્યુઆરીએ યશના જન્મદિવસના એક દિવસ પહેલા જ યશના ફૅન્સને સરપ્રાઈઝ આપવા માટે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે ટીઝરને પહેલા 8 જાન્યુઆરીએ એટલે યશના જન્મદિવસ પર રિલીઝ કરવાનું હતું. 'કેજીએફ 2'ના ટીઝરે જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો હતો. ફક્ત 24 કલાકમાં 100 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવીને ટીઝર અત્યાર સુધી સૌથી વધારે જોવાયેલ ટીઝર બની ગયું હતું. 'કેજીએફ 2'નું નિર્માણ વિજય કિરગંદૂર દ્વારા કરાવામાં આવ્યું છે અને પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે, જેને એક્સલ એન્ટરટેનમેન્ટ, હોમ્બેલ ફિલ્મ્સ અને એએ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

bollywood bollywood news raveena tandon sanjay dutt entertainment news