25 June, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેલકમ ટુ ધ જંગલ
અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ‘વેલકમ ટુ ધ જંગલ’ આવતી કાલથી વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જો તમે આ ફિલ્મ વહેલી જોવા ઇચ્છતા હો તો એના પેઇડ પ્રિવ્યુઝ આજે સાંજે સાડાસાત વાગ્યાથી શરૂ થઈ જશે. આ મલ્ટી-સ્ટારર કૉમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, દિશા પાટની અને જૅકલિન ફર્નાન્ડિસ જેવાં કલાકારો છે.
આ ફિલ્મની વાર્તાની શરૂઆત એક મોટા કૌભાંડથી થાય છે જેમાં ભારતની સૌપ્રથમ બે હજાર કરોડ રૂપિયાની નકલી ફિલ્મ બનાવવાનો પ્લાન ઘડવામાં આવે છે. આ વિચિત્ર અને જોખમી મિશન દરમ્યાન અતરંગી પાત્રોનું આખું જૂથ એક ગીચ અને અજાણ્યા જંગલમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. આ જંગલમાં તેમનો સામનો ખતરનાક ગુનેગારો, જંગલી પ્રાણીઓ અને કુદરતી આફતો સાથે થાય છે. તેમની પાસે જંગલમાં જીવતા રહેવાની કોઈ આવડત હોતી નથી. છેવટે આ આખી ટોળકીએ પોતાની અંદરોઅંદરની લડાઈ ભૂલીને જંગલમાંથી જીવતા બહાર નીકળવા માટે એક થઈને કામ કરવું પડે છે.