ઈદના દિવસે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીનો માનવતાનો સંદેશ

25 May, 2020 05:17 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ઈદના દિવસે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીનો માનવતાનો સંદેશ

ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરી

દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર છે. કોરોના વાયરસ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી ભારત સરકારે લોકોને સામાજિક અંતર જાળવી રાખવા કહ્યું છે. સામાજિક અંતર જળવાય તે માટે લગભગ બે મહિનાથી આખા દેશમાં લૉકડાઉન જાહેર છે. જેને કારણે લોકો એકબીજાને મળી શકતાં નથી.

આજે ઈદના પાવન દિવસે લોકો એકબીજાને ગળેભેટીને ઈદની શુભેચ્છાઓ આપતાં હોય છે પણ સામાજિક અંતર જાળવી રાખવાને કારણે લોકો ઈદની વધામણી સોશિયલ મીડિયા પર કે ડિજિટલ પ્લેટફૉર્મ દ્વારા આપી રહ્યા છે.

સમગ્ર બોલીવુડ જગતે પણ પોતાના ચાહકોને ઈદની વધામણી આપી છે. ત્યારે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીએ ઈદના દિવસે તેમણે માનવતાનો એક સરસ સંદેશ પોતાના ચાહકોને આપ્યો છે. તેમણે કહ્યું છે દિવાળી કે ઈદ એ હિન્દુ કે મુસ્લિમોના નહીં પણ માણસના દિવસો છે. આ પાવન દિવસ તમારા જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે. ઈદ મુબારક, ઘરે રહો સ્વસ્થ રહો.

રેહાન ચૌધરીએ આ જ સંદેશ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પણ શૅર કર્યો હતો.

bollywood entertainment news eid