કરણ જોહરની મુશ્કેલી વધી, હાઈકોર્ટે ધર્મા પ્રોડક્શનને મોકલ્યું સમન્સ

26 December, 2020 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરણ જોહરની મુશ્કેલી વધી, હાઈકોર્ટે ધર્મા પ્રોડક્શનને મોકલ્યું સમન્સ

કરણ જોહર

નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરની ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ રિલીઝ થઈ રહ્યા છે, ત્યારથી તે વિવાદોમાં છે. આ ફિલ્મ અંગે ઈન્ડિયન એરફોર્સે પહેલા જ વાંધો ઉઠાવ્યો હતો. હવે ઈન્ડિયન સિંગર રાઈટ એસોસિએશન (ઈસરા)એ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડેક્શન સામે કેમ દાખલ કર્યો છે.

એમાં ઈસરાએ ફરિયાદ કરી છે કે ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં પરર્ફોમન્સનો કમર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તેમને રૉયલ્ટી મળી જોઈએ. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સને ઈસરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ સમન્સ જાહેર કર્યું છે. સિંગર એસોસિએશનનું કહેવું છે કે, ફિલ્મ 'રામ લખન'નું ગીત 'એ જી ઓ જી', ફિલ્મ 'ખલનાયક'નું ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' અને ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નું ગીત 'સાજન જી ઘર આયે' ગીતનો કમર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ અંગે બચાવ પક્ષે કહ્યું કે, 'આ પ્રદર્શન લાઈવ નહીં હતું. આને કારણે તેમાં કોઈ રોયલ્ટીનો કોઈ મામલો નથી.' એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું ગીતનું લાઈસન્સ મ્યૂઝિક કંપની પાસેથી લેવામાં આવ્યું હતું. તેની આગામી સુનાવણી 21 માર્ચે નક્કી કરવામાં આવી છે. ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરની મહત્વની ભૂમિકામાં હતી. તેમાં પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી પણ હતા. ફિલ્મ ભારતની પહેલી ઈન્ડિયન એરફોર્સ પાઈલટની વાર્તા પર આધારિત છે.

ફિલ્મ દિગ્દર્શક કરણ જોહર ઘણાં કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમને એનસીબી દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને તેમના ઘરે થયેલી પાર્ટી વિશે પણ પૂછવામાં આવ્યું હતું. જેમાં તે ઘણા કલાકારો સાથે નજર આવી રહ્યા હતા. આ પાર્ટી વિશે એવા પણ સમાચાર હતા કે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે કરણ જોહરે પણ સ્પષ્ટતા આપી હતી.

karan johar bollywood bollywood news delhi high court