ફિલ્મ ક્રિટિક્સ અનુષ્કા શર્માને હિરોઇન તરીકે સ્વીકારવા તૈયાર નહોતા!

03 April, 2020 05:31 PM IST  |  Mumbai Desk | Ashu Patel

ફિલ્મ ક્રિટિક્સ અનુષ્કા શર્માને હિરોઇન તરીકે સ્વીકારવા તૈયાર નહોતા!

અનુષ્કા શર્માએ હિરોઇન તરીકે અકલ્પ્ય સફળતા મેળવી છે. યશરાજ ફિલ્મ્સ જેવા મોટા બૅનરની ત્રણ ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ પણ તેને સહેલાઈથી મળી ગયો હતો. જોકે મજાની વાત એ છે કે અનુષ્કાની કરીઅરની શરૂઆતમાં તેને ફિલ્મ ક્રિટિક્સ હિરોઇન તરીકે સ્વીકારવા તૈયાર નહોતા! અનુષ્કાએ સૌપ્રથમ ફિલ્મ ‘રબને બના દી જોડી’માં અભિનય કર્યો હતો. ૨૦૦૮માં રિલીઝ થયેલી એ ફિલ્મમાં તેને શાહરુખ ખાનની હિરોઇન બનવાની તક મળી હતી. ‘રબને બના દી જોડી’ રિલીઝ થઈ એ પછી કેટલાક ફિલ્મ વિવેચકોએ લખ્યું હતું કે આ છોકરીમાં હિરોઇન બનવા માટેનું મટીરિયલ નથી અને તે પ્રેક્ષકોને આકર્ષી શકે એ વાતમાં માલ નથી (ખાલિદ મોહમ્મદ જેવા અપવાદરૂપ ક્રિટિકે તેના માટે સારા શબ્દો લખ્યા હતા)! જોકે અનુષ્કાને એ ફિલ્મ માટે ઍક્ટ્રેસ તરીકે ફિલ્મફેર અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું હતું! 

એ પછી તેણે ૨૦૧૦માં રણબીર સિંહની ડેબ્યુ ફિલ્મ ‘બૅન્ડ બાજા બારાત’માં હિરોઇન તરીકે અભિનય કર્યો હતો. એ ફિલ્મ રિલીઝ થઈ એ વખતે પણ વિવેચકોએ તેની ધૂળ કાઢી નાખી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પંડિતો એટલે કે ટ્રેડ ઍનલિસ્ટે એવી શંકા વ્યક્ત કરી હતી કે ‘બૅન્ડ બાજા બારાત’ ફિલ્મ બનાવવા માટે જેટલો ખર્ચ થયો એટલા પૈસા પણ કવર કરી શકશે એ માનવું અઘરું છે. તેમણે એ માટે એવું કારણ આગળ ધર્યું હતું કે ‘યશરાજ ફિલ્મ્સની છેલ્લી કેટલીક ફિલ્મ્સ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ છે. એટલે આ ફિલ્મનો પણ ધબડકો થશે. વળી આ ફિલ્મમાં કોઈ જાણીતો સ્ટાર નથી. બલકે રણવીર સિંહ નામનો એક નવો યુવાન છે અને હિરોઇન તરીકે પણ લગભગ ભુલાઈ ગયેલી ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા છે. એટલે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ચાલે એવી કોઈ શક્યતા છે નહીં.
પરંતુ પછી એ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને પછી એ ફિલ્મ માટે બેસ્ટ ઍક્ટ્રેસ માટે બીજી વખત ફિલ્મફેર અવૉર્ડમાં નૉમિનેશન મળ્યું હતું! એ પછી ૨૦૧૨માં શાહરુખ ખાન અને કૅટરિના સાથે ‘જબ તક હૈ જાન’ ફિલ્મમાં તેણે અભિનય કર્યો હતો એ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.
અનુષ્કા શર્માએ ઘણી વખત ઘણા લોકોને ખોટા પડ્યા છે. જોકે અનુષ્કા શર્માએ પોતે પણ ક્યારેક ખોટા નિર્ણય લીધા છે. અનુષ્કા શર્માએ ઇમ્તિયાઝ અલીની ‘તમાશા’ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. એ ફિલ્મમાં પછી દીપિકા પદુકોણને સાઇન કરાઈ અને ફિલ્મ છોડવા માટે તમને અફસોસ થયો? એવું કોઈ પત્રકારે પૂછ્યું ત્યારે અનુષ્કાએ કહ્યું હતું, મને કોઈ અફસોસ નથી; કારણ કે એ ફિલ્મ હીરો કેન્દ્રિત હતી અને એમાં મને લાગ્યું મારે શોપીસ બની રહેવાનું છે એટલે મેં એ ફિલ્મ રિજેક્ટ કરી હતી.

bollywood bollywood news bollywood gossips ashu patel anushka sharma