ફારાહનો અનોખો પિતાપ્રેમ

03 October, 2012 06:13 AM IST  | 

ફારાહનો અનોખો પિતાપ્રેમ



ઍક્ટર-ડિરેક્ટર ફારાહ ખાને બહુ નાની ઉંમરે પિતાને ગુમાવી દીધા હતા અને હવે તેણે પોતાના પિતા કામરાન ખાનની યાદમાં તેના લોખંડવાલાના ઘરની એક આખી દીવાલ તેમની ફિલ્મોનાં પોસ્ટરથી સજાવવાનું નક્કી કર્યું છે. કામરાન ૭૦ના દાયકાના સ્ટન્ટ ફિલ્મમેકર તરીકે જાણીતા હતા. તેમણે સફળ ફિલ્મોની શૃંખલા પછી ‘ઐસા ભી હોતા હૈ’ નામની પોતે પ્રોડ્યુસ કરેલી ફિલ્મોમાં સારાએવા પૈસા ગુમાવ્યા હતા. ૧૯૮૫માં તેમનું અવસાન થયું હતું. પોતાના આ આયોજન વિશે વાત કરતાં ફારાહ કહે છે, ‘હું મારા ઘરની દીવાલને મારા પિતાની ફિલ્મનાં પોસ્ટરોથી સજાવવા માગું છું. જોકે આ સરળ કામ નથી, કારણ કે તેમણે લગભગ ૧૨થી ૧૫ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.’

આ પોસ્ટર ભેગાં કરવા માટે ફારાહે એની શોધમાં જૂની ફિલ્મોનાં પોસ્ટર જ્યાં સચવાયેલાં હોય એવી ઑફિસોનાં બહુ ચક્કર માર્યા છે. આ વિશે વાત કરતાં ફારાહ કહે છે, ‘મને પોસ્ટર મળ્યાં છે પણ એ બહુ ર્જીણ હાલતમાં છે. મારે પહેલાં એનું રિસ્ટોરેશન કરી એન્લાર્જ કરીને લેમિનેટ કરાવવાં પડશે. આ એવી વસ્તુ છે જે મારા દિલની બહુ નજીક છે.’