ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહની બાયોપિક બનાવશે ફરહાન અને રિતેશ

04 December, 2019 11:34 AM IST  |  Mumbai

ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહની બાયોપિક બનાવશે ફરહાન અને રિતેશ

વશિષ્ઠ નારાયણ સિંહ

ઇન્ડિયાના ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહની બાયોપિક બનવા જઈ રહી છે. પટણાના ગણિતશાસ્ત્રી આનંદકુમારના જીવન પરથી હૃતિક રોશનની ‘સુપર ૩૦’ બની હતી. જોકે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી હવે આ બાયોપિકને પ્રોડ્યુસ કરશે. ‘ભૈયાજી સુપરહિટ’ અને ‘ગુમનામ : ધ મિસ્ટરી’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરનાર નીરજ પાઠક આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ ફિલ્મની જાહેરાત પટણામાં પ્રેસ-કૉન્ફરન્સ યોજી ગઈ કાલે કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં વશિષ્ઠ નારાયણ સિંહની ફૅમિલી અને નીરજ પાઠકે હાજરી આપી હતી. આ ફિલ્મમાં કોને પસંદ કરવામાં આવશે એ વિશે કોઈ માહિતી નથી. લાંબી બીમારી બાદ આ વર્ષે નવેમ્બરમાં ૭૪ વર્ષની ઉંમરે તેમનું મૃત્યું થયું હતું. તેમણે વિજ્ઞાની આલ્બર્ટ આઇનસ્ટાઇનની ‘થિયરી ઑફ રિલેટિવિટી’ને ચૅલેન્જ આપી હતી એવી પણ ચર્ચા છે.

farhan akhtar ritesh sidhwani