મેરેથોન રનર બાદ ફરહાન હવે બનશે બોક્સર

16 January, 2019 02:00 PM IST  | 

મેરેથોન રનર બાદ ફરહાન હવે બનશે બોક્સર

હવે બોક્સર બનશે ફરહાન અખ્તર

રાકેશ ઓમપ્રકાશ મહેરાની 2013માં આવેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં મેરેથોન રનર મિલ્ખાસિંહનું પાત્ર ભજવ્યા બાદ હવે ફરહાન અખ્તર ફરી એકવાર સ્પોર્ટ્સ પર્સનનો રોલ કરવા જઈ રહ્યા છે. ફરહાન અખ્તર છ વર્ષ બાદ ફરી એકવાર રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે ફિલ્મ કરશે. તૂફાન નામની આ ફિલ્મમાં ફરહાન બોક્સિંગ કરતા દેખાશે.

ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પ્રોડ્યુસ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, 'ફરહાન અખ્તરની આ અપકમિંગ ફિલ્મ બાયોપિક નથી. આ ફિલ્મ અંજુમ રાજાબલીએ લખેલી કાલ્પનિક સ્ટોરી છે, જે ફરહાનને પહેલી જ વારમાં ગમી ગઈ હતી.' રાકેશ ઓમપ્રકાશ મહેરા આ ફિલ્મની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. અને આ ફિલ્મ માટે ફરહાન અખ્તર પણ બોક્સિંગની ટ્રેનિંગ લેશે. ફરહાન ફરી એકવાર રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે કામ કરવા ઉત્સુક છે.

આ પણ વાંચોઃ સ્વિમિંગ-પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યાં ફરહાન અને શિબાની

ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ભાગ મિલ્ખા ભાગ માટે ફરહાન અખ્તરે 2011માં તાલીમ શરૂ કરી હતી. આ ફિલ્મ માટે તેઓ અઠવાડિયામાં ચાર દિવસ અને એક કલાક ટ્રેનિંગ લેતા હતા. છેલ્લે આ ટ્રેનિંગનો ટાઈમ અઠવાડિયાના છ દિવસ અને રોજના છ કલાક સુધી પહોંચ્યો હતો. આ ફિલ્મ માટે ફરહાન અખ્તરને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.