ફરહાન અખ્તર ને શિબાની દાંડેકર જલદી કરશે લગ્ન?

24 December, 2018 07:00 PM IST  | 

ફરહાન અખ્તર ને શિબાની દાંડેકર જલદી કરશે લગ્ન?

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર જલદી જ લગ્ન કરવાનાં છે એવી શક્યતા વર્તાઈ રહી છે. બૉલીવુડમાં આમ પણ લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં આ બન્ને પણ વિવાહના બંધનમાં બંધાઈ જાય તો નવાઈ નહીં. ફરહાન અને શિબાની અવારનવાર એકસાથે જોવા મળે છે. થોડા દિવસો અગાઉ પણ આ બન્ને ડિનર-ડેટ પર સાથે જોવા મળ્યાં હતાં. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના રિસેપ્શનમાં પણ આ બન્ને હાથમાં હાથ નાખીને ફરતાં દેખાયાં હતાં. એથી એક વાત તો કન્ફર્મ થઈ જ જાય છે કે હવે એ દિવસો પણ દૂર નથી જ્યારે ફરહાન અને શિબાની પણ લગ્ન કરી લે. ફરહાને ઇન્સ્ટાગ્રામ પર બન્નેનો ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં બન્નેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

farhan akhtar shibani dandekar bollywood