બૉલીવુડ પુરુષપ્રધાન નથી,જે પૈસા લાવે એ સૌથી મોટો સુપરસ્ટાર છે : ફારાહ

11 November, 2019 01:33 PM IST  |  Mumbai

બૉલીવુડ પુરુષપ્રધાન નથી,જે પૈસા લાવે એ સૌથી મોટો સુપરસ્ટાર છે : ફારાહ

ફારાહ ખાન

ફારાહ ખાનનું કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પુરુષ પ્રધાન નથી. ફિલ્મને જે વધુ પૈસા કમાવીને આપે તે સુપર સ્ટાર બની જાય છે. આ વિશે વધુ જણાવતાં ફારાહે કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રી એવી છે કે કોણ સૌથી વધુ પૈસા રળી આપે છે એ મહત્ત્વનું છે. એનાં માટે તમારે આ ઇન્ડસ્ટ્રીને છોડીને દેશનાં અન્ય ભાગોને દોષ આપવાનો રહેશે. કેમ કે ફિલ્મો કોને લીધે ચાલે છે? ઇન્ડસ્ટ્રી નથી ચલાવતી. આ દેશ અને દેશમાં રહેતા લોકો એને ચલાવે છે. તેઓ ફિલ્મો જોવા જાય છે. એથી જે પણ સૌથી વધુ પૈસા લાવી આપે તે સૌથી મોટો સુપર સ્ટાર બની જાય છે. મહિલા કલાકારો જે સમયે વધુ પૈસા કમાવી આપશે એ સમયે તે પણ સૌથી મોટી સુપર સ્ટાર બની જશે. આ એક બિઝનેસ મૉડલ છે. ક્યારેક તો મહિલાઓ ઇન્ડસ્ટ્રી પર શાસન કરશે. છેલ્લા ૩૦ વર્ષમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.’

farah khan