પતિ રણવીર સિંહની ધમાકેદાર ધુરંધર : ધ રિવેન્જ વિશે દીપિકા પાદુકોણ કેમ કંઈ બોલતી નથી?

22 March, 2026 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ એક પ્રાઇવેટ ઇવેન્ટમાં તેની સાસુ અને નણંદ સાથે જોવા મળતાં ફૅન્સ આવું કહીને તેને ટ્રોલ કરી રહ્યા છે

દીપિકા પાદુકોણ

‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની સફળતા વચ્ચે હવે સોશ્યલ મીડિયા પર દીપિકા પાદુકોણને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ફૅન્સ કમેન્ટ કરી રહ્યા છે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી દીપિકાએ અત્યાર સુધી ફિલ્મ અથવા તેના પતિ રણવીર સિંહની સફળતા વિશે કોઈ પોસ્ટ શૅર કેમ નથી કરી? રિપોર્ટ મુજબ દીપિકા તાજેતરમાં રિષભ રિખિરામ શર્માની સિતાર કૉન્સર્ટમાં તેની સાસુ અને નણંદ સાથે જોવા મળી હતી પણ તેણે ફિલ્મ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વાતને લઈને ઘણા યુઝર્સે કમેન્ટમાં લખ્યું કે દીપિકાને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય મળે છે, પરંતુ પતિની ફિલ્મ માટે એક પોસ્ટ પણ શૅર કરી નથી. અન્ય કેટલાક લોકોએ જણાવ્યું કે તેણે ‘ધુરંધર’ના પહેલા ભાગ માટે પણ કોઈ પોસ્ટ કરી નહોતી અને હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે પણ મૌન ધારણ કર્યું છે. આ રીતે જ્યાં એક તરફ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સતત રેકૉર્ડ તોડી રહી છે ત્યારે દીપિકાની ચુપકીદી સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

deepika padukone dhurandhar ranveer singh bollywood buzz bollywood news bollywood gossips bollywood