કલંકના ટાઈટલ ટ્રેકની રાહ જોઈ રહેલા ચાહકોને કરણ જોહરની આ સરપ્રાઈઝ

30 March, 2019 05:04 PM IST  | 

કલંકના ટાઈટલ ટ્રેકની રાહ જોઈ રહેલા ચાહકોને કરણ જોહરની આ સરપ્રાઈઝ

કરણ જોહર

ફિલ્મ કલંક પોતાની રિલીઝને લઈને હાલમાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર લૉન્ચ થઈ ગયું છે અને એને લોકોએ ઘણું પસંદ કર્યું છે. શુક્રવારે ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ થવાનું હતું, પણ કઈ કારણસર રિલીઝ નહીં થઈ શક્યું. કરણ જોહરે સોશિયમ મીડિયા દ્વારા માફી માંગી અને કહ્યું કે હવે ફિલ્મનું ટ્રેક આજે રિલીઝ થશે. એક તરફ જ્યા દર્શકો આ ગીતના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે ત્યાં બીજી તરફ એક્ટર રિતેશ દેશમુખે એક વીડિયો શેર કર્યો જેમાં કરણ જોહર ગીત ગાતા નજર આવી રહ્યા છે. 

 

 

રિતેશ દેશમુખે ટ્વિટર પર વીડિયો શેર કર્યો જેમાં કરણ 'તૂ તૂ હે વહી' ગીત ગાતા નજર આવી રહ્યા છે. સાઈડમાં મલાઈકા અરોરા બેઠી છે જેણે પોતાના કાન બંધ કરી રાખ્યા છે. ત્યારે રિતેશ એને ચિયર કરતા નજર આવી રહ્યા છે. ગીત દરમિયાન કરણ કહે છે કે - મેરે ગુરૂ, ગુરૂ હો જા શરૂ ને મુઝે સિખાયા હૈ કી જબ ભી ગાઓ, સુર તાલ મેં ગાઓ.

બાદ કરણે ટાઈટલ ટ્રેક રિલીઝ નહીં થવાના સામાચાર ટ્વિટર દ્વારા પોસ્ટ કરતા કહ્યું કે હું દિલથી માફી માંગુ છુ કે કલંકના ટાઈટલ ટ્રેકમાં માટે થોડી રાહ જોવી પડશે. પ્રીતમ, અમિતાભ ભટ્ટાચાર્ય, અરિજીત, અભિષેકે ફિલ્મ માટે બેસ્ટ વર્ઝન તૈયાર કર્યું છે. ગીત કાલે આવશે. એક વાર ફરીથી ટીમને મારા તરફથી સૉરી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી લડવા પર માધુરી દીક્ષિતની પ્રતિક્રિયા

ફિલ્મ કલંકની વાત કરીએ તો એનું નિર્દેશન અભિષેક વર્માએ કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલ 2019એ રિલીઝ તશે. ફિલ્મ લગભગ 80 કરોડ રૂપિયાના બજેટમાં બનીને તૈયાર થઈ છે. એનું નિર્માણ કરણ જોહર અને સાજિદ નાડિયાદવાલાએ કર્યું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને માધુરી દીક્ષિત જોવા મળશે.

karan johar sanjay dutt madhuri dixit varun dhawan alia bhatt bollywood news