11 September, 2025 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘સૈયારા’
ડિરેક્ટર મોહિત સૂરિની રોમૅન્ટિક મ્યુઝિકલ ફિલ્મ ‘સૈયારા’ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ ૧૮ જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે શુક્રવારે એ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ સંજોગોમાં ફૅન્સ એવી ડિમાન્ડ કરી રહ્યા છે કે OTT પર ફિલ્મનો કોઈ પણ સીન કાપવામાં ન આવે અને સંપૂર્ણ રીતે અનકટ ફિલ્મ રિલીઝ કરવામાં આવે.
‘સૈયારા’માં અનીત પડ્ડાએ વાણી બત્રાનું પાત્ર ભજવ્યું હતું. ચર્ચા છે કે ફિલ્મના તેના ઘણા સીનને થિયેટર્સમાં રિલીઝ કરતાં પહેલાં ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે આ ફિલ્મ OTT પર રિલીઝ થવાની છે ત્યારે અનીતના ફૅન્સ OTT વર્ઝનમાં આ સીનનો સમાવેશ કરવાના પક્ષમાં છે.
આવતી કાલથી સૈયારા અને ડૂ યુ વૉન્ના પાર્ટનરનું OTT પર આગમન
સૈયારા: અહાન પાંડે અને અનીત પડ્ડાને લીડ રોલમાં ચમકાવતી સુપરહિટ ‘સૈયારા’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મમાં અનીત ગીતકાર વાણી બત્રાનો અને અહાન સિંગર ક્રિશ કપૂરનો રોલ ભજવી રહ્યાં છે. આ ફિલ્મ તેમના મિલન અને વિરહની ઇમોશનલ સ્ટોરી છે. ‘સૈયારા’ શુક્રવારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
ડૂ યુ વૉન્ના પાર્ટનર : આ એક કૉમેડી-ડ્રામા સિરીઝ છે. આ બે ગાઢ ફ્રેન્ડ્સ શિખા (તમન્ના ભાટિયા) અને અનાહિતા (ડાયના પેન્ટી)ની વાર્તા છે. બન્ને ભારતના ક્રાફ્ટ બિઅરના ઉદ્યોગમાં પગ મૂકે છે. દારૂના ઉદ્યોગની પુરુષપ્રધાન દુનિયામાં તેમની સામે અનેક પડકારો આવે છે. આમ છતાં તેઓ રોકાણકારો, પરિવાર અને મહેનતના બળે પોતાનો રસ્તો બનાવે છે. આ વાર્તા કૉમેડીના અંદાજમાં કહેવામાં આવી છે. આ સિરીઝ શુક્રવારે પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.