બિગ બીએ શેર કરેલી આ તસવીરથી ચાહકો ચિંતામાં, કહ્યું- ગેટ વેલ સૂન

10 November, 2019 02:04 PM IST  |  Mumbai

બિગ બીએ શેર કરેલી આ તસવીરથી ચાહકો ચિંતામાં, કહ્યું- ગેટ વેલ સૂન

અમિતાભ બચ્ચન

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવી રહ્યા છે. અમિતાભે ખુદ શનિવારે તેની જાણકારી આપી હતી, જે બાદ તેમણે એક તસવીર શેર કરી છે, જેનાથી લોકો પરેશાન થઈ ગયા છે. આ તસવીર જોયા બાદ અમિતાભ બચ્ચનના ચાહકો તેમની તબિયત જલ્દી સારી થઈ જાય તેવી કામના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આખરે આ તસવીરમાં એવું શું છે? અમિતાભ બચ્ચને એક ફોટો શેર કર્યો છે, જેમાં એક ટીવી જોવા મળી રહ્યું છે અને તેમાં ફુટબૉલ મેચ ચાલી રહ્યો છે. તસવીરને જોઈને લાગે છે કે તેમણે આ ફોટો બેડ પરથી લીધો છે, જેમાં તેમના પગ પણ જોવા મળી રહ્યા છે અને સામે ટીવી જોવા મળી રહી છે. તસવીર જોઈને લાગે છે કે આ કોઈ હૉસ્પિટલનો રૂપ છે અને ત્યાંથી તસવીર શેર કરી છે.

શનિવારે તબિયત ખરાબ હોવાની જાણકારી આપવી અને ત્યાર બાદ હૉસ્પિટલ જેવો ફોટો અપલોડ કર્યા બાદ લોકો પરેશાન છે. જુઓ તેમનું આ ટ્વીટ...