શોલે ફિલ્મના સુરમા ભોપાલી પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81ની વયે નિધન

08 July, 2020 11:32 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શોલે ફિલ્મના સુરમા ભોપાલી પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81ની વયે નિધન

અભિનેતા જગદીપ

એક્ટર જાવેદ જાફરીના પિતા અને હિંદી ફિલ્મોના પ્રખ્યાત કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન થયું છે. આ અંગે થોડા સમય પહેલાં જ બૉલીવુડ એક્ટર અજય દેવગને ટ્વિટ કરતાં લખ્યું છે કે, “જગદીપ સાહેબનાં નિધનનાં દુખદ સમાચાર હમણાં જ મળ્યા છે. તેમને સ્ક્રીન પર જોવાની હંમેશા મજા આવતી. જાવેદ તથા પરિવાર સાથે શુભેચ્છાઓ છે, જગદીપ સાહેબ માટે પ્રાર્થના.”

અભિનેતા જગદીપનું 81 વર્ષની વયે અવસાન થયું, અને તે થોડા સમયથી માંદા હતા. તેમણે અનેક સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું અને શોલેના સુરમા ભોપાલી પાત્રને તેમણે યાદગાર બનાવી દીધું.ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકરે પણ ટ્વિટ કર્યું હતું.

જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. જગદીપનો જન્મ 29 માર્ચ 1929 માં પંજાબના અમૃતસરમાં થયો હતો. પ્રખ્યાત કલાકારો જાવેદ જાફરી અને નાવેદ જાફરી તેના પુત્રો છે. બાળ કલાકાર તરીકે જગદીપે પોતાની ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી, અને તે બી.આર. તે ચોપરાની ફિલ્મ અફસાનામાં જોવા મળ્યા હતા. આ બાદ તેમણે અબ દિલ્લી દૂર નહીં, મુન્ના, આરપાર, દો બીઘા ઝમીન અને હમ પંછી એક ડાલ કેમાં જોવા મળ્યા હતા. પંડિત જવાહર લાલ નેહરુએ તેમના કામથી પ્રભાવિત થઇને તેમને પોતાનો પર્સનલ સ્ટાફ ફેટમાં આપ્યો હતો. તેમણે 2012 સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું અને અંદાઝ અપના અપના ફિલ્મમાં પણ તેમનું કામ બહુ જ વખણાયું હતું.

javed jaffrey bollywood sholay