મોટા ભાઈ આમિર ખાન વિશે એલફેલ વાતો કરવા બદલ ફૈસલ ખાને માગી માફી

01 July, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૈસલે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘હું સૌથી પહેલાં મારી અમ્મીની માફી માગું છું. નિખત, સંતોષ અને આમિરની પણ દિલથી માફી માગું છું

ફૈસલ ખાન

આમિર ખાનના ભાઈ ફૈસલ ખાને થોડા સમય પહેલાં વર્ષો જૂના પારિવારિક વિવાદને લઈને આમિર તેમ જ પરિવાર પર ચોંકાવનારા આરોપ મૂક્યા હતા. હવે ફૈસલે તેના આ વર્તન બદલ ખુલ્લેઆમ પોતાની ભૂલો સ્વીકારી છે. તેણે પોતાની મમ્મી, ભાઈ આમિર ખાન, બહેન નિખત અને બનેવી સંતોષ હેગડેની જાહેરમાં માફી માગતાં કહ્યું કે ગુસ્સા અને દુખમાં તેણે એવી ઘણી વાતો કહી દીધી હતી જે ક્યારેય જાહેરમાં કહેવી ન જોઈએ અને હવે તેને પરિવાર સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવવાની ઇચ્છા છે.

ફૈસલે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘હું સૌથી પહેલાં મારી અમ્મીની માફી માગું છું. નિખત, સંતોષ અને આમિરની પણ દિલથી માફી માગું છું. ગુસ્સા અને પીડામાં મેં ઘણી એવી વાતો કરી જે મારે કરવી જ ન જોઈએ. પરિવાર વિશેની વાતો જાહેરમાં કહેવાને બદલે મારે પરિવાર સાથે બેસીને ચર્ચા કરવી જોઈતી હતી. મારે હવે એ સાબિત નથી કરવું કે હું સાચો છું અને બીજી વ્યક્તિ ખોટી છે. સત્ય કરતાં મારા માટે પરિવારની શાંતિ અને સંબંધો વધારે મહત્ત્વનાં છે. મારા પરિવારના તમામ સભ્યોએ માફી માગ્યા પછી મને પ્રેમથી સ્વીકારી લીધો અને હવે મારા બધા મતભેદો સમાપ્ત થઈ ગયા છે.’

faisal khan aamir khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news