અબુ ધાબીમાં ફૉર્મ્યુલા-વનને એન્જૉય કરતી પ્રિયંકા

28 November, 2023 10:08 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા જોનસ અબુ ધાબીમાં ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ જોવા પહોંચી હતી. ત્યાં તેની મુલાકાત હૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ સાથે થઈ હતી. એના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

પ્રિયંકા ચોપરા હોલીવૂડ કલાકારો સાથે

પ્રિયંકા ચોપડા જોનસ અબુ ધાબીમાં ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ જોવા પહોંચી હતી. ત્યાં તેની મુલાકાત હૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ સાથે થઈ હતી. એના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. પ્રિયંકાએ પિન્ક અને બ્લૅક કૉમ્બિનેશનવાળો ડ્રેસ પહેર્યો હતો. ફેરારી સાથે તેનો ફોટો પણ જોવા મળે છે. તેને મળનાર સેલિબ્રિટીઝમાં હૉલીવુડ ઍક્ટર્સ ઑરલૅન્ડો બ્લુમ, ક્રિસ હેમ્સવર્થ, લિએમ હેમ્સવર્થ, નાઓમી કૅમ્પબેલ તેમ જ અન્ય સેલિબ્રિટીઝ પણ જોવા મળી હતી. સાથે જ આ રેસમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટને પણ પ્રિયંકા મળે છે એની નાનકડી ક્લિપ પણ જોવા મળે છે.

 

priyanka chopra formula one dubai entertainment news bollywood news