આપણા ગ્રહની સલામતી માટે સૌએ ફરજ બજાવવી જોઈએ : રણદીપ હૂડા

24 July, 2020 06:37 PM IST  |  Mumbai Desk | Agencies

આપણા ગ્રહની સલામતી માટે સૌએ ફરજ બજાવવી જોઈએ : રણદીપ હૂડા

રણદીપ હુડા

રણદીપ હૂડાએ સૌને અપીલ કરતાં જણાવ્યું છે કે સૌએ સાથે મળીને આપણા ગ્રહની સલામતી માટે પહેલ કરવી જોઈએ. રણદીપે ‘રીસ્ટાર્ટ રિસ્પૉન્સિબ્લી’ નામનું એક કૅમ્પેન શરૂ કર્યું છે. ડિસ્કવરી ઇન્ડિયાના આ કૅમ્પેનમાં સામેલ થઈને એક વિડિયો બનાવવામાં આવ્યો છે. આ વિડિયોમાં વિવિધ પ્રાણીઓ દેખાઈ રહ્યાં છે. વિડિયોમાં રણદીપ કહી રહ્યો છે કે આ પ્રાણીઓને પણ આપણી જેમ જીવવાનો અધિકાર છે. તેનું એમ પણ કહેવું છે કે જો આપણે આપણી લાઇફ-સ્ટાઇલ ન બદલી તો આપણને આપણી ભૂલ સુધારવાની તક ન પણ મળે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણદીપે કૅપ્શન આપી છે, ‘આ ‘રીસ્ટાર્ટ રિસ્પૉન્સિબ્લી’થી હું પ્રેરિત થયો છું. એનો ઉદ્દેશ છે કે લોકો પોતાના રોજબરોજના જીવનમાં થોડું પરિવર્તન લાવે, જેથી આપણા પર્યાવરણ પર સકારાત્મક અસર પડી શકે. આપણા ગ્રહ માટે હું મારી લાઇફમાં થોડાં ઘણાં પરિવર્તન લાવવાની શપથ લઈ રહ્યો છું.’

randeep hooda bollywood bollywood news bollywood gossips