ડિવૉર્સ પછી એકલી પડી ગયેલી એશા ફરીથી પ્રેમમાં પડવા તૈયાર

20 September, 2025 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલે બિઝનેસમૅન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૧૧ વર્ષ પછી તેમનો સંબંધ તૂટી ગયો અને ૨૦૨૪માં બન્ને અલગ થઈ ગયાં. જોકે બન્ને મળીને તેમની પુત્રીઓ રાધ્યા અને મિરાયાનો ઉછેર કરી રહ્યાં છે.

ઇશા દેઓલ

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલે બિઝનેસમૅન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૧૧ વર્ષ પછી તેમનો સંબંધ તૂટી ગયો અને ૨૦૨૪માં બન્ને અલગ થઈ ગયાં. જોકે બન્ને મળીને તેમની પુત્રીઓ રાધ્યા અને મિરાયાનો ઉછેર કરી રહ્યાં છે. એશાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના ભવિષ્યના સંબંધો વિશે વાત કરી છે. 

એશાએ કહ્યું છે કે ‘મેં અને ભરતે પરસ્પરની ફરિયાદ ભુલાવી દીધી છે અને પુત્રીઓને શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, કારણ કે અમે બાળકોને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું હાલમાં સિંગલ છું, પરંતુ ફરીથી પ્રેમમાં પડવા માટે પણ તૈયાર છું. હું હંમેશાં પ્રેમમાં પડવામાં વિશ્વાસ રાખીશ. પ્રેમ કરતા રહેવું જોઈએ. પ્રેમ જરૂરી તો છે, પરંતુ આ જ બધું નથી.’

esha deol hema malini dharmendra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news celebrity divorce