એશા દેઓલના ભૂતપૂર્વ પતિને મળી ગઈ નવી પ્રેમિકા

01 September, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશા દેઓલ અને ભરત તખ્તાણીએ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને લગભગ ૧૨ વર્ષ સુધી વૈવાહિક જીવન જીવ્યા બાદ બન્ને વચ્ચે અણબનાવ બન્યો

એશા દેઓલ, ભરત તખ્તાણી, મેઘના લાખાણી

હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી એશા દેઓલ સાથે ડિવૉર્સ થયા બાદ તેના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાણીને ફરીથી પ્રેમ થયો છે. ભરતે સોશ્યલ મીડિયા પર મેઘના લાખાણી સાથેની એક મહિલા સાથે કેટલીક તસવીરો શૅર કરીને તેને પોતાના પરિવારનો ભાગ ગણાવી છે. ભરતે આ પોસ્ટમાં હાર્ટના ઇમોજી સાથે લખ્યું છે, ‘મારા પરિવારમાં તારું સ્વાગત છે.’ જ્યારે મેઘનાએ પોતાની એક તસવીર સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘સફર અહીંથી શરૂ થાય છે.’ 

આ પોસ્ટથી જાણવા મળ્યું છે કે આ તસવીર સ્પેનના મૅડ્રિડમાં લેવામાં આવી હતી. આ તસવીરોમાં ભરત તખ્તાણી અને મેઘના લાખાણી એકમેક સાથે ક્યુટ પોઝ આપતાં જોવા મળે છે. બન્ને કૅઝ્‍યુઅલ ડ્રેસમાં શહેરમાં નાઇટઆઉટનો આનંદ માણતાં જોવા મળે છે. 

એશા દેઓલ અને ભરત તખ્તાણીએ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને લગભગ ૧૨ વર્ષ સુધી વૈવાહિક જીવન જીવ્યા બાદ બન્ને વચ્ચે અણબનાવ બન્યો અને તેમણે અલગ રહેવાનો નિર્ણય લીધો. એ પછી ૨૦૨૪માં બન્નેએ ડિવૉર્સ લઈ લીધા હતા. બન્નેને રાધ્યા અને મિરાયા નામની બે દીકરીઓ છે.

કોણ છે મેઘના લાખાણી?

મેઘના લાખાણીના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પ્રમાણે સ્પેનમાં જન્મેલી મેઘના એક ઉદ્યોગસાહસિક અને પ્રોફેશનલ વ્યક્તિ છે અને તે ૨૦૧૯માં શરૂ થયેલા વેન્ચર ‘વન મૉડર્ન વર્લ્ડ’ની સ્થાપક છે. આ કંપની પ્રીમિયમ ટકાઉ ઉત્પાદનો, પૅકેજિંગ કન્સલ્ટિંગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઇકો-ફ્રેન્ડ્લી વિકલ્પ પૂરા પાડે છે. એ ઉપરાંત તે ‘PVG ઓકા’ નામની કંપનીમાં સેલ્સ-હેડ તરીકે પણ કામ કરે છે. મેઘનાએ ધ સિક્સ્થ ફૉર્મ કૉલેજ, કોલચેસ્ટરમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ યુનિવર્સિટી ઑફ ધ આર્ટ્સ, લંડનમાંથી આર્ટ્સ અને પ્રમોશનમાં બૅચલર ડિગ્રી મેળવી હતી. એ પછી તેણે IE બિઝનેસ સ્કૂલમાંથી BMA કર્યું હતું.

મેઘનાએ ૨૦૦૭માં જેટ ઍરવેઝમાં સેલ્સ મૅનેજર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે એમિરેટ્સમાં રીજનલ લેટિન અમેરિકા (LATAM) મૅનેજર તરીકે જોડાઈ હતી. ૨૦૧૫માં તેણે VFS ગ્લોબલમાં બિઝનેસ ડેવલપમેન્ટના જનરલ મૅનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૮માં તેણે ઉદ્યોગસાહસિકતામાં પગલું મૂકીને ‘સિસિમોલ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું જે એક સસ્ટેનેબેલ ફૅશન માર્કેટ પ્લેસ છે.

hema malini dharmendra esha deol bharat takhtani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news