કોરોના પ્યાર હૈ : ઇરોઝે શરૂ કરી તૈયારી

16 March, 2020 05:23 PM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના પ્યાર હૈ : ઇરોઝે શરૂ કરી તૈયારી

તસવીર સૌજન્ય: વિકિપિડિયા

રાજકોટ : કોરોના વાઇરસ જે પ્રકારે ફેલાયો છે એને જોતાં જો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એમાં રસ ન પડે તો જ નવાઈ. કોરોના વાઇરસના ટોપિક સાથે સૌથી પહેલાં આગળ વધવાનું કામ બીજા કોઈએ નહીં, પણ ઇન્ડિયાના ટૉપ રેન્જના પ્રોડક્શન-હાઉસ ઇરોઝ ઇન્ટરનૅશનલે કરી છે. ઇરોઝે કોરોના વાઇરસને કેન્દ્રમાં રાખીને ફિલ્મ અનાઉન્સ કરી છે, જેનું ટાઇટલ ‘કોરોના પ્યાર હૈ’ નક્કી થયું છે. ઇરોઝે આ ટાઇટલ રજિસ્ટર પણ કરાવી લીધું છે.

‘કોરોના પ્યાર હૈ’ રોમૅન્ટિક-ટ્રેજિક લવ-સ્ટોરી છે. અચાનક જ ફેલાઈ રહેલા વાઇરસથી બચવા માટે કેવી રીતે હીરો પ્રયાસ કરે છે અને કેવી રીતે તે પોતાની હિરોઇનને બચાવવાની કવાયત હાથ ધરે છે એ પ્રકારની આ ફિલ્મ ઇરોઝ પોતાના વેબ પ્લૅટફૉર્મ ઇરોઝ નાઉ પર રિલીઝ કરશે.

bollywood entertainment news upcoming movie