નવા વર્ષની નવી ફિલ્મો

01 January, 2022 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાયોપિક દ્વારા મહિલાઓનો દબદબો

તાપસી પન્નુ `શાબાશ મિઠુ`માં

ગંગુબાઈ કાઠિયાવાડી

સંજય લીલા ભણસાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આલિયા ભટ્ટની આ ફિલ્મ અઢાર ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. બાયોગ્રાફિકલ ક્રાઇમ ડ્રામાને એસ. હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન ઑફ મુંબઈ’ પરથી બનાવવામાં આવી છે.

શાબાશ મિઠુ

ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજના જીવન પરથી બનેલી આ ફિલ્મમાં તાપસી પન્નુએ કામ કર્યું છે. ચાર ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ​ફિલ્મને શ્રિજિત મુખરજીએ ડિરેક્ટ કરી છે.

ચાકદહા એક્સપ્રેસ

ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની બોલર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા શર્મા કામ કરવાની હતી, પરંતુ તેણે એ પડતી મૂકી હોવાની ચર્ચા છે. તેના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં હવે તેની જગ્યાએ ‘બુલબુલ’માં જોવા મળેલી ​ત્રિપ્તિ ડિમરી જોવા મળશે એવી ચર્ચા છે. ઝુલન વેસ્ટ બંગાળના ચાકદહામાંથી હોવાથી ફિલ્મનું નામ ‘ચાકદહા એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે.

મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે

૨૦૧૧માં ​અનુરૂપ અને સાગરિકા ભટ્ટાચાર્યએ નૉર્વેની સરકાર વિરુદ્ધ તેમના બાળકની કસ્ટડી માટે કેસ કર્યો હતો. આ માટે તેમણે ભારત સરકારની પણ મદદ માગી હતી. તેમના બાળક અને પેરન્ટ્સ વચ્ચે ઇમોશનલ કનેક્ટ ન હોવાથી એ બાળકને અઢાર વર્ષ સુધી ફોસ્ટર હોમમાં રહેવા માટે ત્યાંની સરકારે આદેશ આપ્યો હતો. તેમ જ તેમને મળવાની પણ પરવાનગી આપવામાં નહોતી આવી. આ વિષય પરથી રાની મુખરજીને લઈને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ ફિલ્મ બનાવવામાં આવી છે જેને ૨૦ મેએ રિલીઝ કરવામાં આવશે.

 

હટકે ફિલ્મ

અનેક

કાસ્ટ - આયુષ્માન ખુરાના
ડિરેક્ટર - અનુભવ સિંહા
રિલીઝ ડેટ - ૩૧ માર્ચ

છત્રીવાલી

કાસ્ટ - રકુલ પ્રીત સિંહ
ડિરેક્ટર - તેજસ પ્રભા વિજય દેવસકર
રિલીઝ ડેટ - આ વર્ષે થશે રિલીઝ

રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ

કાસ્ટ - આર. માધવન
ડિરેક્ટર - આર. માધવન
રિલીઝ ડેટ - પહેલી એપ્રિલ

entertainment news bollywood bollywood news upcoming movie