હૉન્ગકૉન્ગમાં થ્રી ઇડિયટ્સ પછી ઇંગ્લિશ વિંગ્લિશ છે બીજા નંબરે

22 April, 2013 06:01 AM IST  | 

હૉન્ગકૉન્ગમાં થ્રી ઇડિયટ્સ પછી ઇંગ્લિશ વિંગ્લિશ છે બીજા નંબરે


બૉલીવુડની ફિલ્મોનું માર્કેટ જ્યાં વિકસી રહ્યું છે એવા હૉન્ગકૉન્ગમાં આમિર ખાનની ‘થ્રી ઇડિયટ્સ’ અને શ્રીદેવીની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ સૌથી વધુ વકરો કરનારી હિન્દી ફિલ્મો સાબિત થઈ છે. આ બન્ને ફિલ્મોએ ઇન્ડિયામાં પણ સારો બિઝનેસ કયોર્ હતો. જોકે ઇંગ્લિલશ વિંગ્લિશ’ ફિલ્મે હૉન્ગકૉન્ગમાં લગભગ ૨,૦૦,૦૦૦ અમેરિકન ડૉલરનો બિઝનેસ કયોર્ છે.

શ્રીદેવીની બૉલીવુડની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ગયા મહિને હૉન્ગકૉન્ગમાં ઇંગ્લિશ અને કૅન્ટોનીઝ ભાષામાં ડબ થઈને રિલીઝ થઈ હતી. ત્યાં સાત સ્ક્રીન્સમાં રોજના ૨૯ શો થતા હતા.