કંગનાનું નેપોટિઝમ સમજમાં નથી આવતું ઇમરાન હાશ્મીને

07 March, 2024 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે ‘ગૅન્ગસ્ટર’માં તે પોતે વિલન બન્યો હતો અને તેને સેન્ટર સ્ટેજ આપ્યું હતું તો પરિવારવાદની વાત ક્યાંથી આવી?

ઈમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીનું કહેવું છે કે બૉલીવુડ ઘણી નેગેટિવિટીને ફેસ કરી રહી છે અને તેણે કંગના રનોટના નેપોટિઝમના આરોપ વિશે પણ વાત કરી છે. તેનો વેબ-શો ‘શોટાઇમ’ આવી રહ્યો છે, જેમાં બૉલીવુડની અંદરની વાતો કરવામાં આવી છે. બૉલીવુડને છેલ્લા ઘણા સમયથી નેગેટિવિટી સહન કરવી પડી રહી છે. આ બાબતે વાત કરતાં ઇમરાને કહ્યું કે ‘કોવિડ બાદ ઇન્ડસ્ટ્રી તરફ ઘણી નેગેટિવિટી જોવા મળી છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના એપિસોડ પછી, જેને કારણે બૉયકૉટ બૉલીવુડ ટ્રેન્ડ શરૂ થયો હતો. લોકો ગુસ્સે ભરાયા હતા અને ઇન્ડસ્ટ્રીએ લોકોના વિરોધ પર પણ ફોકસ કર્યું હતું. કંગનાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પર્સનલી એક આર્ટિસ્ટ અને વ્યક્તિ તરીકે તે મને પસંદ છે. કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કોઈ કડવા અનુભવ થયા હશે. મારો અનુભવ કંગના સાથે અલગ છે. મેં એ સમયે હિટ આપી હતી, પરંતુ એમ છતાં મેં ‘ગૅન્ગસ્ટર’માં વિલનનું પાત્ર પસંદ કર્યું હતું અને તેની પાસે સેન્ટર સ્ટેજ હતું. એ મહિલાપ્રધાન ફિલ્મ જેવી જ હતી. મને નથી ખબર કે ઇન્ડસ્ટ્રી પ્રત્યેની લોકોની નજર ક્યારે બદલાઈ અને અમે બધા ડ્રગ ઍડિક્ટ છીએ એમ કહેવાનું કેમ શરૂ કરી દીધું. ઇન્ડસ્ટ્રી ફક્ત નેપોટિઝમ દ્વારા જ કામ કરે છે એવું નથી. મને લાગે છે કે આ ખોટું અને મૂર્ખતાભરેલું છે.’

emraan hashmi entertainment news bollywood buzz bollywood news kangana ranaut