ઈમરાનની ‘હરામી’ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં

14 September, 2020 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈમરાનની ‘હરામી’ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં

તસવીર સૌજન્યઃ ઈમરાન હાશ્મીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

શ્યામ મદીરાજુએ લખેલી અને ડાયરેક્ટ કરેલી ઈન્ડો-અમેરિકન ફિચર ફિલ્મ ‘હરામી’ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલ 2020 માટે સિલેક્ટ થઈ છે, આ ફિલ્મ ફૅસ્ટિવલ 21 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર દરમિયાન ચાલશે, જેમાં ઈમરાન હાશ્મીની હરામી મુવીની પસંદગી થઈ છે.

કોવિડ-19 મહામારી વચ્ચે આ વખતે ખૂબ જ ઓછા ફિલ્મ ફૅસ્ટિવલ થયા છે, જેમાંનો એક બુસાન ફિલ્મ ફૅસ્ટિવલ છે. હરામીની વાર્તા એક અનાથ તરૂણની આસપાસ ફરે છે જે ખીસા કાતરૂ છે. તેનો શિકાર બનેલાની પુત્રીએ આત્મહત્યા કરી હતી. આ શિકાર બનેલા સાથે જ્યારે તેનો સામનો થાય છે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે.

ઈમરાન હાશ્મીએ ટ્વીટર ઉપર આ ફિલ્મમાં તેના લુકનો ફોટો શૅર કર્યો હતો.

ઈમરાને હાશ્મીએ આ ફિલ્મ બાબતે કહ્યું કે, મને શ્યામની સ્ક્રિપ્ટ ખૂબ જ ગમી. આ ફૅસ્ટિવલમાં ફિલ્મનું સિલેક્શન થવા બદલ શ્યામ અને ટીમને અભિનંદન. દરેક માટે આ ખરો પેશન પ્રોજેક્ટ હતો, અમે ભારતીય ઓડિયન્સને આ ફિલ્મ દર્શાવવા માટે આતુર છીએ.

ડાયરેક્ટર શ્યામ મદિરાજુએ કહ્યું કે, એક ફિલ્મનિર્માતા તરીકે હરામી મુવી બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં આવવી એ ગર્વની વાત છે. ફિલ્મમેકિંગ યુનિવર્સમાં કોરિયા એપિસેન્ટર છે. કોરોના મહામારી પહેલા આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. મુંબઈના ઝૂપડપટ્ટી વિસ્તારમાં આ ફિલ્મનું શૂટિંગ થયું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, બોમ્બે સેન્ટ્રલ વગેરે રેલવે સ્ટેશન્સમાં શૂટિંગ કરવું પડકારરૂપ હતું. ક્રૂમાં અમેરિકા, યુકે, ડેનમાર્ક અને સાઉથ આફ્રિકાના લોકોનો પણ સમાવેશ છે. ધારાવી અને મોહમ્મદ અલી રોડ જેવા વિસ્તારમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું.

emraan hashmi