ઇમરાન હાશ્મીની મૅરથૉન કિસ

03 September, 2012 05:59 AM IST  | 

ઇમરાન હાશ્મીની મૅરથૉન કિસ

સિરિયલ કિસરની ઇમેજ ધરાવતા ઇમરાન હાશ્મીએ પોતાની આગામી ફિલ્મ ‘રાઝ ૩’માં હિરોઇન ઈશા ગુપ્તા સાથે ૨૦ મિનિટ જેટલું લાંબું ચુંબનદૃશ્ય આપ્યું હોવાની ચર્ચા છે. આ પહેલાં પણ ઇમરાને પડદા પર કિસિંગ સીન આપ્યા છે, પણ કદાચ આ કિસિંગ સીન સૌથી લાંબો છે.


વિડીયો જુઓ નીચે

 

ઇમરાન અને ઈશાએ તેમની ‘જન્નત ૨’માં પણ કિસિંગ સીન આપ્યા હતા. અત્યાર સુધી ઇમરાન અને સોહા અલી ખાનનો ‘તુમ મિલે’નો કિસિંગ સીન સૌથી લાંબો ગણાતો હતો, પણ એનો રેકૉર્ડ આ ‘રાઝ ૩’ના કિસિંગ સીને તોડી નાખ્યો છે. આ કિસિંગ સીન વિશે વાત  કરતાં મહેશ ભટ્ટ કહે છે, ‘આ ફિલ્મમાં અમે જે ઑફર કરી રહ્યા છે એમાં આ કિસિંગ સીન વધારાનું આકર્ષણ સાબિત થશે. હું તો આને મૅરથૉન કિસ કહીશ, જેને જોઈને ઇમરાનના ચાહકોને જલસો પડી જશે.’