એકતા કપૂર હવે ફિલ્મ પ્રોડ્યુસ નહીં કરે?

31 August, 2016 04:13 AM IST  | 

એકતા કપૂર હવે ફિલ્મ પ્રોડ્યુસ નહીં કરે?




એકતા કપૂર તેના હોમ-પ્રોડક્શન હેઠળ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું બંધ કરવાનું વિચારી રહી છે એવા સમાચારો ચાલી રહ્યા છે. એકતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ બનેલી ‘ગ્રેટ ગ્રૅન્ડ મસ્તી’, ‘ક્યા કૂલ હૈં હમ ૩’ અને ‘અઝહર’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી. તેથી તેને સતત ખોટ જતાં તે હવે ફિલ્મ પ્રોડ્યુસ નહીં કરે એવું વિચારી રહી છે. હાલમાં એકતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ ફક્ત શ્રદ્ધા કપૂર અને અજુર્ન કપૂરની ‘હાફ ગર્લફ્રેન્ડ’ બની રહી છે. આ સિવાય તેમણે એક પણ ફિલ્મને લીલી ઝંડી નથી બતાવી. તેથી તે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું બંધ કરી દે તો નવાઈ નહીં.