પ્રાચીને રીલૉન્ચ કરશે એકતા

16 August, 2019 10:47 AM IST  |  મુંબઈ

પ્રાચીને રીલૉન્ચ કરશે એકતા

પ્રાચીને રીલૉન્ચ કરશે એકતા

પ્રાચી દેસાઈ અને એકતા કપૂરના બહેનપણાંથી આખી ઇન્ડસ્ટ્રી વાકેફ છે. અત્યારે જ્યારે પ્રાચી ફરીથી ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ ગુમ છે ત્યારે એકતા જ ફરીથી તેનો સહારો બની છે અને હવે તે પ્રાચીને રીલૉન્ચ કરવા માગે છે. શરૂઆત ટીવીથી કરી અને એકતાએ પ્રાચીને ‘કસમ સે’ નામની સિરિયલમાં લૉન્ચ કરી હતી, પણ આ વખતે એકતા પ્રાચીને વેબ-સિરીઝમાં રીલૉન્ચ કરવા માગે છે, જેને માટે એકતા જ નહીં, પ્રાચી પણ સ્ક્ર‌િપ્ટ શોધતી થઈ ગઈ છે, પણ બન્નેને પ્રાચીના સ્ટ્રેચરને લાયક હજી સુધી કોઈ સબ્જેક્ટ મળ્યો નથી.
‘કસમ સે’ સિરિયલમાં લૉન્ચ થયા પછી પ્રાચી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ શો ચાલુ હતો એ દરમ્યાન તેને ફરહાન અખ્તરની ‘રૉક ઑન!’ મળી હતી જે માટે એકતાએ જ પ્રાચીને શોમાંથી એક્ઝિટ કરાવી. ‘રૉક ઑન!’ પછી પ્રાચીએ
થોડી ફિલ્મો કરી, જેમાં તેણે એકતાના હોમ-પ્રોડક્શનમાં બનેલી ‘અઝહર’, ‘વન્સ અપૉન ટાઇમ ઇન મુંબઈ’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મો કરી. છેલ્લાં ચારેક વર્ષથી પ્રાચી ક્યાંય દેખાઈ નથી. તેણે સાઉથની બે ફિલ્મો સાઇન કરી, પણ એ ફિલ્મો હજી રિલીઝ થઈ નથી. જોકે કરીઅર પર પૂર્ણવિરામ આવે એ પહેલાં બેસ્ટ ફ્રેન્ડ અને મેન્ટર એવી એકતા પ્રાચીના પડખે ફરીથી આવી ગઈ છે અને હવે એ તેને વેબ-સિરીઝમાં લૉન્ચ કરવા માગે છે.

prachi desai ekta kapoor