કહને કો હમસફર હૈ માટે ડિજિટલ કૉન્સર્ટ લઈને આવી એકતા

26 May, 2020 08:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કહને કો હમસફર હૈ માટે ડિજિટલ કૉન્સર્ટ લઈને આવી એકતા

એકતા કપૂર (ફાઇલ ફોટો)

એકતા કપૂર તેના વેબ-શો ‘કહને કો હમસફર હૈ’ની સફળતાને લઈને પહેલી વાર ડિજિટલ કૉન્સર્ટ ‘ઓ મેરે હમસફર’ લઈને આવી છે. ‘કહને કો હમસફર હૈ’ની બે સીઝન ખૂબ જ સફળ રહી છે અને એની ત્રીજી સીઝન લઈને આવી છે. ત્રીજી સીઝનમાં શું થશે એને લઈને લોકો ખૂબ જ ઉત્સુક છે, પરંતુ તેમણે છ જૂન સુધી એ માટે રાહ જોવી પડશે. જોકે આ પહેલાં તે ડિજિટલ કૉન્સર્ટ લઈને આવી છે જેને આજે ALTBalajiના યુટ્યુબ પેજ પર સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવશે. ‘ઓ મેરે હમસફર’ કૉન્સર્ટને સિંગર્સ, ટીવી ઍન્કર્સ અને રેડિયો જૉકી દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ કૉન્સર્ટમાં પહેલી બે સીઝનનાં મહત્ત્વનાં દૃશ્યોને પણ દેખાડવામાં આવશે. અભિજિત સાવંત અને ઐશ્વર્યા મજમુદાર જેવા સિંગર્સ એમાં પર્ફોર્મ કરશે. તેમ જ આ કૉન્સર્ટમાં રોનિત રૉય, ગુરદીપ પુંજ, મોના સિંહ, અપૂર્વ અગ્નિહોત્રી, પલક જૈન અને પૂજા બૅનરજી વાતચીત પણ કરશે.આ વિશે એકતા કપૂરે કહ્યું હતું કે ‘અમારી ડિજિટલ કૉન્સર્ટ ‘ઓ મેરે હમસફર’ દર્શકો માટે એક અલગ જ પ્રકારનું યુટ્યુબ પ્રીમિયર હશે. ‘કહને કો હમસફર હૈ’ની મુસાફરીને મ્યુઝિકલ ફૉર્મેટમાં કહેવામાં આવશે. એમાં શોની ટીમ પણ જોવા મળશે. લૉકડાઉનમાં દર્શકોને જૂની બે સીઝનની વાતો ફરી યાદ આવશે અને આ અનુભવ તેમના માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. ત્રીજી સીઝન પહેલાં આ કૉન્સર્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે.’

bollywood entertainment news ekta kapoor