હવે તુષાર કરશે સ્ટન્ટબાજી

12 October, 2012 06:05 AM IST  | 

હવે તુષાર કરશે સ્ટન્ટબાજી



હાલમાં તુષાર કપૂર ડિરેક્ટર સંજય ગુપ્તાની ફિલ્મ ‘શૂટઆઉટ ઍટ વડાલા’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મના સેટ પર ઍક્શન દૃશ્ય વખતે તેને ઈજા થઈ જવાના કારણે થોડો સમય તેણે સ્ટન્ટથી દૂર કરવાનું પસંદ કર્યું હતું, પણ હવે ફરી તેણે હાઈ વોલ્ટેજ સ્ટન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં તેણે આ ફિલ્મ માટે બે ચાલતી ટ્રેનોમાં એક ટ્રેનની છત પરથી કૂદીને બીજી ટ્રેનની છત પર જવાનો સ્ટન્ટ કર્યો છે.

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે ‘ફિલ્મમાં જેલમાંથી ભાગી જવાના સીનમાં જૉન એબ્રાહમ અને તુષાર કપૂરનો પીછો કરવામાં આવી રહ્યો હોય છે. આ સીનનું શૂટિંગ એક અઠવાડિયા પહેલાં પુણે પાસે ગુડ્સ ટ્રેનની છત પર કરવામાં આવ્યું હતું. જૉને આ પહેલાં ‘ર્ફોસ’માં આવો શૉટ આપ્યો છે, પણ તુષાર માટે આ પહેલો જ અનુભવ હતો. જોકે આમ છતાં તુષાર સારી રીતે આ શૉટ આપી શક્યો હતો.’

આ સ્ટન્ટ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં તુષાર કહે છે કે ‘એક ચાલતી ટ્રેનની છત પરથી બીજી ચાલતી ટ્રેનની છત પર કૂદવાનો અનુભવ બહુ જોરદાર હતો. મેં પહેલાં ક્યારેય આવો શૉટ નથી આપ્યો, પણ સંજય દત્ત અને ઍક્શન-ડિરેક્ટર ટીનુ વર્માએ મને હિંમત આપતા હું આ શૉટ આપી શક્યો હતો.’