એક થા ટાઇગરની સ્ટોરી નથી રિયલ

10 August, 2012 05:57 AM IST  | 

એક થા ટાઇગરની સ્ટોરી નથી રિયલ

હકીકતમાં રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગના એજન્ટ રવીન્દ્ર કૌશિકે આ ફિલ્મ તેના જીવન પર આધારિત હોવાનો દાવો કર્યા બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો હતો.

 

જોકે ફિલ્મના ડિરેક્ટર અને સહલેખક આ દાવાને ફગાવી દેતાં કહે છે, ‘આ ફિલ્મ કોઈ જ રિયલ લાઇફ પરથી પ્રેરણા લઈને બનાવવામાં નથી આવી અને એની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે.  આ ફિલ્મનો પ્લૉટ નક્કી કરીને એને લખવા માટે મેં અને સહલેખક નીલેશ મિશ્રાએ બહુ સમય ફાળવ્યો છે.’