સરકારે સલ્લુને આપી સ્પેશ્યલ પરમિશન

27 July, 2012 05:57 AM IST  | 

સરકારે સલ્લુને આપી સ્પેશ્યલ પરમિશન

ઍક્શન થ્રિલર ફિલ્મ ‘એક થા ટાઇગર’ માટે સલમાન ખાનને ન્યુ દિલ્હીના હાઈ-સિક્યૉરિટી એરિયામાં શૂટ કરવાની સ્પેશ્યલ પરમિશન આપવામાં આવી હતી. સરકારી અધિકારીઓ જ્યાં રહે છે એ જગ્યાએ શૂટિંગ કરવાની પરવાનગી પણ તેને મળી હતી. ખાસ ઊભા કરવામાં આવેલા સેટ પર શૂટિંગ કરવાને બદલે કબીર ખાન હીરોને લઈને ઍક્ચ્યુઅલ અને ઑથેન્ટિક લોકેશન પર શૂટિંગ કરવા માગતા હતા એટલા માટે ગવર્નમેન્ટ પાસેથી ખાસ પરવાનગી લેવામાં આવી હતી.

‘એક થા ટાઇગર’માં સલમાનનું પાત્ર સ્પેશ્યલ એજન્ટનું છે એટલે કબીર ખાન ઇચ્છતા હતા કે એજન્ટો જ્યાં રહેતા હોય અને કામ કરતા હોય એવી રિયલ જગ્યાએ શૂટિંગ થાય. સ્પેશ્યલ એજન્ટ કદી પોતાની ઓળખ છતી નથી કરતા અને તેઓ ખૂબ છૂપી જિંદગી જીવતા હોય છે. સલમાન આ બધાં પરિમાણોને તેના સ્ક્રીન-રોલમાં વણી લેવા ઇચ્છતો હતો અને એટલે જ આ ખાસ લોકેશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું શૂટિંગ પાર્લમેન્ટના સ્ટ્રીટ એરિયા ઉપરાંત કેટલાંક ગવર્નમેન્ટ ક્વૉર્ટ્ર્સમાં પણ કરવામાં આવ્યું છે.

સલ્લુના સ્ટાર-સ્ટેટસ અને ફિલ્મ શાના પર છે એ બધું જાણ્યા પછી કેટલીક સિલેક્ટિવ જગ્યાએ શૂટિંગ કરવાની પરમિશન મળી હતી અને સલમાને દિલ્હીના સાચા અધિકારીઓની કૉલોનીમાં શૂટિંગ કર્યું હતું. એ માટે યશ ચોપડા અને આદિત્ય ચોપડાએ ગવર્નમેન્ટ પાસેથી ખાસ પરવાનગી લીધી હતી.