09 September, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘એક થા ટાઇગર`
૨૦૧૨માં કબીર ખાને ડિરેક્ટ કરેલી તથા સલમાન ખાન અને કૅટરિના કૈફને ચમકાવતી ફિલ્મ ‘એક થા ટાઇગર’ રિલીઝનાં ૧૩ વર્ષ પછી અમેરિકામાં વૉશિંગ્ટન ડીસીમાં ઇન્ટરનૅશનલ સ્પાય મ્યુઝિયમમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય ફિલ્મ બની છે. આ મ્યુઝિયમમાં ‘જેમ્સ બૉન્ડ’, ‘મિશન ઇમ્પૉસિબલ’ અને ‘મેન ઇન બ્લૅક’ જેવી ફિલ્મોનો સમાવેશ છે.
આ ઇન્ટરનૅશનલ સ્પાય મ્યુઝિયમમાં આઇકૉનિક સ્પાય ફિલ્મો અને સિરીઝ માટે એક વિશેષ વિભાગ છે, જ્યાં આશરે પચીસ ઇન્ટરનૅશનલ ફિલ્મોનાં પોસ્ટર્સ પ્રદર્શિત છે અને હવે આ વિભાગમાં ‘એક થા ટાઇગર’નો સમાવેશ થયો છે.