બૉક્સ-ઑફિસ કરતાં શિક્ષણ અને હેલ્થના બજેટનું ધ્યાન રાખવું જોઈએ : પંકજ

09 August, 2020 12:35 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

બૉક્સ-ઑફિસ કરતાં શિક્ષણ અને હેલ્થના બજેટનું ધ્યાન રાખવું જોઈએ : પંકજ

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીએ લોકોને સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે પોતાના રાજ્યમાં શિક્ષણ અને હેલ્થ માટે કેટલું બજેટ ફાળવ્યું છે એના પર ધ્યાન રાખવું જોઈએ. લોકોને ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર કેટલું કલેક્શન મેળવ્યું એની વધુ ચિંતા હોય છે. એ વાત પંકજ ત્રિપાઠીને જરાય પસંદ નથી. ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ના પ્રમોશનમાં તે વ્યસ્ત છે. એ દરમ્યાન પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘સામાન્ય લોકોએ બૉક્સ-ઑફિસ કલેક્શનને બદલે પોતાના રાજ્યમાં શિક્ષણ અને હેલ્થનું બજેટ કેટલું છે એની ચિંતા કરવી જોઈએ. પોતાના જિલ્લામાં આપણું એજ્યુકેશનનું કેટલું બજેટ છે, આ વર્ષે સરકારે શું નવા નિર્ણય લીધા છે એ વિશે વિચારવું જોઈએ. મને એટલા માટે એની ચિંતા થાય છે કે લોકો શું કામ ફિલ્મોમાં એટલા ઇન્વૉલ્વ થઈ જતા હોય છે. તેમને તો પ્રૉફિટ નથી મળવાનો. તમે કાં તો ખાલી બેઠા છો અને તમારા હાથમાં 4G-5G આવી ગયો છે. એથી કઈ ફિલ્મે ૧૦૦ કરોડ કે એનાથી વધુ કલેક્શન મેળવ્યું છે એની ચિંતા કરો છો. અરે એનાથી તમારે શું લેવા-દેવા? તમને એમાંથી કંઈ મળવાનું છે?’

bollywood bollywood news bollywood gossips pankaj tripathi