ઇન્ટરનૅશનલ સિંગર એડ શીરન સાથે સૉન્ગ ‘2સ્ટેપ’ લઈને આવ્યો અરમાન

07 June, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગીતને આજે રિલીઝ કરવામાં આવશે

એડ શીરન અને અરમાન મલિક

અરમાન મલિકને ખુબ જ ખુશ છે કે તેને ઇન્ટરનૅશનલ સિંગર એડ શીરન સાથે કામ કરવાની તક મળી છે. એડ શીરનના ગીત ‘2સ્ટેપ’માં અરમાન પણ જોવા મળશે જે ગીતને આજે રિલીઝ કરવામાં આવશે. આ વિ​શે અરમાને કહ્યું કે ‘એડ શીરનના ‘2સ્ટેપ’ના વર્ઝનમાં હું હોવાની મને ખુશી છે. તે હંમેશાંથી મારી પ્રેરણા રહ્યો છે અને હું તેના મ્યુઝિક અને સૉન્ગ રાઇટિંગનો ખૂબ જ મોટો ફૅન છું. આ મોમેન્ટ મારા માટે જ નહીં, પરંતુ ઇન્ડિયન આર્ટિસ્ટ માટે પણ ખૂબ જ મોટી છે. મને લાગે છે કે આ કોલૅબરેશન ભવિષ્યના અન્ય કોલૅબરેશન માટેની શરૂઆત છે. આ ગીત કૉન્ફિડન્સ, તમારા આર્ટમાં રહેલા પાવરને શોધવા અને તમારા પ્રેમ વિશે છે. આપણને જ્યારે આપણા લોકોને સપોર્ટ મળે છે ત્યારે આપણે કોઈ પણ મુસીબતને પાર કરી શકીએ છીએ.’

entertainment news bollywood bollywood news armaan malik