‘ડૉન’ પાછળ હવે ૪૧ દેશની જનતા

22 December, 2011 08:00 AM IST  | 

‘ડૉન’ પાછળ હવે ૪૧ દેશની જનતા

 

જોકે આ ફિલ્મ અન્ય ભારતીય ફિલ્મોની જેમ અમુક જ ઇન્ટરનૅશનલ માર્કેટ્સમાં રિલીઝ થશે એવું નહીં હોય. ફિલ્મને કુલ ૪૧ દેશોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ઇન્ટરનૅશનલ ઑડિયન્સને પણ આકર્ષે એ પ્રકારની બનાવવામાં આવી છે એવો ડિરેક્ટર ફરહાન અખ્તરને વિશ્વાસ છે. મોટા ભાગનું શૂટિંગ મલેશિયા અને જર્મનીના બર્લિનમાં કરવામાં આવ્યું છે. ફરહાને ટ્વિટર પર ફિલ્મને આટલી મોટી રિલીઝ મળશે એ સમાચાર લખ્યા હતા અને ચાહકોના ધન્યવાદ પણ માગ્યા હતા. ભારતમાં ફિલ્મ 2D અને 3D બન્ને ફૉર્મેટમાં હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. જોકે બૉમ્બે હાઈ કૉર્ટમાં આજે ફિલ્મ પર કરવામાં આવેલા કૉપીરાઇટના ભંગના કેસ માટે થયેલી અપીલની સુનવાણી કરવામાં આવશે અને પછી રિલીઝ વિશે નિર્ણય લેવામાં આવશે.