લૉકડાઉનમાં મનીષ પૉલ વાળ કોની પાસે કપાવે છે?

24 April, 2020 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં મનીષ પૉલ વાળ કોની પાસે કપાવે છે?

મનીષ પૉલ અને સંયુક્તા પૉલ

ટીવીના અત્યારના બેસ્ટ હોસ્ટ ગણાતા મનીષ પૉલને લૉકડાઉનના આ સમયમાં નૅચરલી હેર-ડિઝાઇનર ન મળતાં મનીષે પોતાના વાંકડિયા વાળ વાઇફ સંયુક્તાના હાથમાં મૂકી દીધા અને સૌના આશ્ચર્ય વચ્ચે સંયુક્તાએ મનીષ પૉલના વાળ સેટ પણ કરી આપ્યા અને એવા કર્યા કે મનીષની આંખો ચાર થઈ ગઈ. મનીષે મજાકમાં કહ્યું પણ ખરું કે મારે હેર-ડિઝાઇનરની જરૂર જ નથી એ મને આ લૉકડાઉનમાં સમજાયું.

મનીષ અને સંયુક્તાનાં મૅરેજને ૧૩ વર્ષ હજી હમણાં જાન્યુઆરીમાં જ પૂરાં થયાં. બન્ને સ્કૂલના સમયથી ડેટ કરતાં હતાં. મનીષ કહે છે, ‘આટલા લાંબા સમયની ઓળખાણ છતાં મને ખબર નહોતી કે સંયુક્તા હેર-ડિઝાઇનિંગ વિશે પણ આટલું જાણે છે. તેણે માસ્ટર હેર-ડિઝાઇનર હોય એ અદાથી જ કામ કર્યું છે. કોઈ કહી ન શકે કે મારા વાળ કોઈએ કાપ્યા છે.’

તમે પણ કરી લો ખાતરી, એવું છે કે નહીં?

coronavirus covid19 manish paul