પ્રિયંકા ચોપડાએ પતિ નિક સાથે વિદેશમાં મનાવી દિવાળી, જુઓ તસવીરો

27 October, 2019 01:46 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપડાએ પતિ નિક સાથે વિદેશમાં મનાવી દિવાળી, જુઓ તસવીરો

પ્રિયંકાએ કરી દિવાળીની ઉજવણી..

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં સેટલ થઈ ગઈ ગયો પરંતુ તે ત્યાં રહીને પણ ભારતીય પરંપરાઓ અને તહેવારોને નથી ભૂલી. હાલમાં જ તેણે પતિ નિક જોનાસ સાથે કરવાચૌથની ઉજવણી કરી હતી. હવે તેણે પરિવાર સાથે દિવાળીની પણ ઉજવણી કરી છે. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોસ શેર કર્યા છે. જેમાં તે પતિ નિક જોનાસ સાથે નજર આવી રહી છે.


પ્રિયંકાએ ત્રણ તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં તે નિક સાથે ઉભી છે. બીજી તસવીરમાં તે પોતાના પરિવારની સાથે છે અને ત્રીજી તસવીરમાં તેણે પોતાના ઘરનો ફોટો શેર કર્યો છે જેમાં રોશની છે. આ તસવીરોથી ખબર પડે છે કે એક્ટ્રેસ ન્યૂયૉર્કમાં પણ તહેવાર પુરા મનથી મનાવે છે.


આ પહેલા પ્રિયંકાએ લગ્ન પછીના પોતાના પહેલા કરવાચૌથની ઉજવણી કરી હતી. કરવાચૌથના મોકા પર પ્રિયંકા અને નિકે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં બંને એકબીજા સાથે મસ્તી કરતા નજર આવી રહ્યા હતા. કરવાચૌથ પર નિક અને પ્રિયંકાની જે તસવીર સામે આવી હતી તેમાં નિકે કુર્તો અને પાયજામો પહેર્યો હતો અને પ્રિયંકાએ લાલ રંગની સાડી પહેરી હતી. આ સિવાય એક્ટ્રેસે જોનાસ બ્રધર્સના કૉન્સર્ટમાં જઈને કરવાચૌથની ઉજવણી કરી હતી.

priyanka chopra Nick Jonas