બોલ્ડ & બ્યુટિફુલ દિશા

27 May, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિશાએ આ બૅકલેસ ટૉપને કૉન્ફિડન્સ સાથે કૅરી કર્યું હતું. દિશાએ આ આઉટફિટમાં તેનું ટોન્ડ બૉડી ફ્લૉન્ટ કર્યું હતું.

દિશા પાટણી

દિશા પાટણીની ગણતરી બૉલીવુડની બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ ઍક્ટ્રેસ તરીકે થાય છે. હાલમાં દિશા એક રેસિંગ ઇવેન્ટમાં હાજરી આપવા માટે મોનૅકોમાં હતી અને એનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો જેમાં તે બૅકલેસ ટૉપમાં જોવા મળે છે. તેણે આ ટૉપને બૅગી જીન્સ સાથે પેર કર્યું હતું. દિશાએ તેના લુકનો ફોટો શૅર કર્યો છે જે તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે. દિશાએ આ બૅકલેસ ટૉપને કૉન્ફિડન્સ સાથે કૅરી કર્યું હતું. દિશાએ આ આઉટફિટમાં તેનું ટોન્ડ બૉડી ફ્લૉન્ટ કર્યું હતું.

યે મૌસમ કા જાદુ હૈ મિતવા...

હાલમાં મુંબઈ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતે પોતાના શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને આ વાતાવરણનો મન ભરીને આનંદ માણ્યો હતો. માધુરીએ ભારે વરસાદ વચ્ચે તેના આઇકૉનિક ગીત ‘યે મૌસમ કા જાદુ હૈ મિતવા...’ પર ડાન્સ કર્યો હતો અને એનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે.

આ વિડિયોમાં માધુરી લાલ કો-ઑર્ડ સેટ પહેરીને મેકઅપ વગરના લુકમાં હવામાનનો આનંદ માણતી જોવા મળે છે અને બૅકગ્રાઉન્ડમાં તેનું આઇકૉનિક ગીત ‘યે મૌસમ કા જાદુ હૈ મિતવા’ વાગી રહ્યું છે. આ ગીત ૧૯૯૪માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન..!’નું છે.

Disha Patani social media madhuri dixit mumbai monsoon bollywood buzz bollywood news bollywood gossips bollywood