દિશા પટણીની સ્કૂબા ડાઇવિંગ સાથે જોડાયેલી જૂની તસવીરો થઈ વાયરલ

15 September, 2019 02:22 PM IST  |  મુંબઈ ડેસ્ક

દિશા પટણીની સ્કૂબા ડાઇવિંગ સાથે જોડાયેલી જૂની તસવીરો થઈ વાયરલ

દિશા પટણી

ફિલ્મ અભિનેત્રી દિશા પટણીએ સોશિયલ મીડિયા પર એક થ્રોબૅક તસવીર શૅર કરી છે. જે ફરી એક વાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં દિશા પટણીને સ્કૂબા ડાઇવિંગની ટ્રેનિંગ લેતા જોઈ શકો છો. આ તસવીર દિશા પટણીએ રવિવારે શૅર કરી છે. દિશા પટણીની આ તસવીરમાં ઘણી કોમેન્ટ્સ અને લાઇક્સ આવી રહી છે. આ તસવીરમાં દિશા પટણીને એક એનિમલ પ્રિન્ટ હૉલ્ટર નેક સ્વિમવેર પહેરેલી જોઈ શકાય છે.

આ તસવીરમાં ઊંડા પાણીમાં જવાની દિશાની ઉત્સુકતા તેના એક્સપ્રેશન પરથી જોઈ શકાય છે. આ વાતની માહિતી તેના ફોટોના કોમેન્ટમાં પણ જોઇ શકાય છે અને તે રાહ જોઈ શકતી નથી તે દેખાય છે.

દિશાએ કૅપ્શનમાં લખ્યું છે, '2014ની થ્રોબેક! જ્યારે અમે સ્કૂબા ડાઇવિંગ શીખી રહ્યા હતા. હું બસ ઇચ્છતી હતી કે તે અમને એ જગ્યાએ લઈ જાય.' દિશા પટણી તાજેતરમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું હતું.

આ ફિલ્મમાં તેની ભૂમિકાના ખૂબ જ વખાણ થયા હતા. તે સિવાય દિશા પટણી ફિલ્મ મલંગમાં દેખાશે. આ ફિલ્મનું ડાયરેક્શન મોહિત સૂરી કરી રહ્યા છે. આમાં તેના સિવાય આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમૂ મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. દિશા પટણી ટાઇગર શ્રૉફને લઈને પોતાના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે વચ્ચે એ પણ કહેવામાં આવી રહ્યું હતું કે બ્રેકઅપ થઈ ગયો છે. બન્નેએ ક્યારે પણ આ વાતનો સ્વીકાર કર્યો નથી.

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

એક ઇન્ટરવ્યૂમાં ટાઇગર શ્રૉફને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે તે દિશાને ડેટ કરે એટલી તેની કાબેલિયત નથી અને તે ખૂબ જ ડિમાન્ડિંગ છે. બન્નેએ ક્યારે પણ ખુલીને વાત કરી નથી. જો કે, મીડિયામાં તેના સૂત્રોથી ચર્ચાઓ થતી રહે છે.

Disha Patani bollywood bollywood events bollywood gossips bollywood news