28 July, 2025 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિશા પાટનીનો ડ્રેસ
દિશા પાટની તેની ફિલ્મો કરતાં તેના ગ્લૅમરસ લુકને કારણે ફેમસ છે. હાલમાં દિશાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જે લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે એમાં તે શૉર્ટ વાઇટ ડ્રેસમાં બહુ સુંદર દેખાતી હતી. રિપોર્ટ પ્રમાણે દિશાના આ ડ્રેસની કિંમત ૩૪,૭૦૦ રૂપિયા જેટલી છે. દિશાનો આ આઉટફિટ હૉલ્ટર નેકલાઇન ધરાવે છે, જેનાથી તેનો ખભાનો ભાગ ખૂબ સારી રીતે હાઇલાઇટ થયો. આ સાથે જ ડ્રેસની ડિઝાઇનમાં એલિગન્સ ઉમેરવા ગોલ્ડ ગ્રેડિયન્ટ રિંગ્સ પણ ઉમેરવામાં આવી છે જેનાથી દિશાનો લુક સ્ટાઇલિશ લાગે છે.
ચંકી પાંડેએ કર્યાં પશુપતિનાથનાં દર્શન
હાલમાં ચંકી પાંડેએ દર્શન કરવા માટે નેપાલના કાઠમાંડુના પશુપતિનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં ભોલેનાથનાં દર્શન કર્યાં હતાં. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને બાગમતી નદીના કિનારે આવેલું છે. એ પછી ચંકી પાંડેએ સોશ્યલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શૅર કરી હતી. તેની આ પોસ્ટમાં મંદિરની સુંદરતા અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળી હતી. ચંકીએ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘શ્રાવણ માસમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કરીને ધન્ય થયો છું.’