ઘર પર ફાયરિંગની ઘટના બન્યા પછી પહેલી વખત જાહેરમાં દેખાઈ દિશા પાટની

15 September, 2025 10:24 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

તેણે બ્રૅન્ડના પ્રમોશન માટે ન્યુ યૉર્કમાં આયોજિત એક ફૅશન ઇવેન્ટમાં હાજરી આપી હતી

દિશાએ આ ઇવેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે

૧૨ સપ્ટેમ્બરે દિશા પાટનીના બરેલીના ઘર પર ફાયરિંગ થયું હતું. આ ચોંકાવનારી ઘટના પછી દિશા પહેલી વખત જાહેરમાં જોવા મળી છે. દિશા કેલ્વિન ક્લેઇન બ્રૅન્ડની બ્રૅન્ડ-ઍમ્બૅસેડર છે અને તેણે બ્રૅન્ડના પ્રમોશન માટે ન્યુ યૉર્કમાં આયોજિત એક ફૅશન ઇવેન્ટમાં હાજરી આપી હતી. દિશાએ આ ઇવેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે. આ ઇવેન્ટમાં દિશાએ બ્લૅક બૅકલેસ મિડ-લેન્થ ડ્રેસ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. આ લુકમાં દિશા અત્યંત ગ્લૅમરસ લાગી રહી હતી.

Disha Patani bareilly entertainment news bollywood bollywood news new york new york city