Baaghi 3 ના 'ડુ યુ લવ મી' ગીતમાં દિશા પટનીએ લોકોને કર્યા ઘાયલ

27 February, 2020 06:26 PM IST  |  Mumbai Desk

Baaghi 3 ના 'ડુ યુ લવ મી' ગીતમાં દિશા પટનીએ લોકોને કર્યા ઘાયલ

'બાઘી 3' ફિલ્મના 'ડુ યુ લવ મી' ગીતમાં દિશા પટની

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાઘી 3' આવતા મહિને એટલે કે 6 માર્ચે રિલીઝ થશે. ફિલ્મનાં ટ્રેલર અને થોડાક સમય પહેલા લૉન્ચ થયેલા બે ગીતોને સારો પ્રતિસાદ મળ્યો છે. આજે ફિલ્મનું ત્રીજું ગીત 'ડુ યુ લવ મી' લૉન્ચ થયું જેમાં દિશા પટણીનાં કિલર મુવ્સે લોકોને ઘાયલ કરી દીધા છે. યૂ ટ્યૂબ પર ગીતને ચાર કલાકમાં 73k વ્યૂઝ આવ્યા છે.

આ ગીતમાં દિશા પટની બ્લેક અને ગ્રીન બિકિનીમાં ડાંસ કરતી દેખાય છે. તેની સાથે ટાઇગર શ્રોફ પણ ગીતમાં દેખાય છે. પણ આ ફિલ્મમાં દિશા ફક્ત મહેમાન કલાકારની ભૂમિકામાં દેખાશે. મુખ્ય ભૂમિકામાં ટાઇગર શ્રોફની સાથે શ્રદ્ધા કપૂર છે.

ફિલ્મ 'બાઘી 3' ને અહમદ ખાન ડાઇરેક્ટ કરી રહ્યા છે અને પ્રોડ્યૂસ નડિયાદવાલા ગ્રાન્ડસન્સે કરી છે. ટાઇગર અને શ્રદ્ધા સિવાય ફિલ્મમાં રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડે પણ છે. આ ફિલ્મ પણ બાઘીની છેલ્લી બે ફિલ્મની જેમ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી આશા છે.

bollywood bollywood news upcoming movie baaghi Disha Patani tiger shroff shraddha kapoor sajid nadiadwala