દિશા પટણીના ઘૂંટણ પર કેમ થઈ ઈજા?

10 November, 2019 09:39 AM IST  |  Mumbai

દિશા પટણીના ઘૂંટણ પર કેમ થઈ ઈજા?

દિશા પટણી

‘રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’નાં શૂટિંગ દરમ્યાન દિશા પટણીનાં ઘૂંટણ પર ઈજા પહોંચી છે. દિશા હાલમાં એકતા કપૂરની ફિલ્મ ‘KTina’ અને સાથે જ ‘રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’નાં શૂટિંગ માટે નાસભાગ કરી રહી છે. તાજેતરમાં જ દિશાનો એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં દિશા પગ લાંબા કરીને નીચે બેઠી છે અને તેનાં બન્ને ઘૂંટણ પર ઉઝરડા દેખાઈ આવે છે. આ ફિલ્મના ગીત માટે દિશા સતત મહેનત કરી રહી છે. ગીતના રિહર્સલને પગલે તેના ઘૂંટણ પર ઉઝરડા પડી ગયા છે. સલમાન ખાન સાથેની ‘રાધે’ને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન એક પોલીસનાં રોલમાં જોવા મળશે. પોતાની ફિલ્મનાં ડાન્સ નંબર્સમાં કોઈ કચાશ ન રહી જાય એનું પ્રભુ દેવા ખાસ ધ્યાન રાખે છે.

Disha Patani entertaintment