આવારાપન 2માં ઇમરાન હાશ્મીની હિરોઇન તરીકે દિશા પાટની કન્ફર્મ

10 September, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આવારાપન 2’નું શૂટિંગ સપ્ટેમ્બરના અંત કે ઑક્ટોબરની શરૂઆતમાં થશે

દિશા પાટની, ઇમરાન હાશ્મી

૨૦૦૭માં રિલીઝ થયેલી મોહિત સૂરિની લવ-સ્ટોરી ‘આવારાપન’માં ઇમરાન હાશ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. થોડા સમય પહેલાં આ ફિલ્મની સીક્વલ ‘આવારાપન 2’ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ સીક્વલનું ડિરેક્શન મોહિત સૂરિ નહીં પણ નીતિન કક્કડ કરશે. હવે રિપોર્ટ છે કે આ સીક્વલની લીડ ઍક્ટ્રેસ તરીકે દિશા પાટનીને કન્ફર્મ કરવામાં આવી છે. આ સીક્વલમાં ઇમરાન તો પહેલા ભાગની જેમ જ ગૅન્ગસ્ટર શિવમ પંડિતના રોલમાં હશે, પણ દિશાના પાત્રની વિગતો હજી સીક્રેટ રાખવામાં આવી છે.

‘આવારાપન 2’નું શૂટિંગ સપ્ટેમ્બરના અંત કે ઑક્ટોબરની શરૂઆતમાં થશે અને જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની યોજના છે. આ ફિલ્મને ૨૦૨૬ના  ઉનાળામાં રિલીઝ કરવાનું 
પ્લાનિંગ છે.

Disha Patani emraan hashmi upcoming movie bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news