65 વર્ષથી મોટી ઉંમરના ઍક્ટર્સ માટે શૂટિંગ કરવાની પરવાનગી માગી

03 June, 2020 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

65 વર્ષથી મોટી ઉંમરના ઍક્ટર્સ માટે શૂટિંગ કરવાની પરવાનગી માગી

ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે પાસે 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને શૂટિંગ કરવાની પરવાનગી આપવા માટે વિનંતી કરી છે. કોરોના વાઇરસને કારણે લગભગ બે અઠવાડિયાંથી શૂટિંગ બંધ છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. જોકે આ ગાઇડલાઇન્સ મુજબ 65 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને સેટ પર હાજર રહેવાની પણ પરવાનગી નથી. આથી બૉલીવુડના ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી તેમની પાસે આ નિયમમાં રાહત આપવાની અપીલ કરવામાં આવી છે.

coronavirus covid19 lockdown entertainment news bollywood bollywood news bollywood gossips uddhav thackeray