ડેઇલી વેજીસ પર નિર્ભર વર્કર્સ માટે 51 લાખ ડોનેટ કર્યાં રોહિત શેટ્ટી

02 April, 2020 04:48 PM IST  |  Mumbai | Agencies

ડેઇલી વેજીસ પર નિર્ભર વર્કર્સ માટે 51 લાખ ડોનેટ કર્યાં રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીએ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)ને રોજનું કમાતાં કારીગરો માટે 51 લાખ રૂપિયાનું દાન કર્યું છે. કોરોના વાઇરસને કારણે આ કારીગરોની રોજગારી હાલમાં બંધ છે. તેમનો જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થયો છે. એવામાં રોહિત શેટ્ટીએ કરેલી મદદને લઈને અશોક પંડિતે તેની પ્રશંસા કરી છે. એ વિશે ટ્વિટર પર અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે “એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રોજનું કમાતાં કારીગરો માટે રોહિત શેટ્ટીએ દાખવેલી ઉદારતા માટે આભાર. આ સંકટની ઘડીમાં 51 લાખ રૂપિયાની તારી મદદ ખરેખર પ્રેરણાંદાયક છે.”

બીજી તરફ તેની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર ફરાહ ખાને લખ્યું હતું કે રોહિત તને વધુ સામર્થ્ય મળે.

ખતરોં કે ખિલાડી સીઝન 10માં કરિશ્મા તન્નાનાં મમ્મીએ બનાવેલી શુગર-ફ્રી ચિક્કી ખાઈને ખુશ થયો રોહિત શેટ્ટી

કલર્સ પર આવતા ‘ખતરોં કે ખિલાડી’ની સીઝન 10માં કન્ટેસ્ટન્ટ કરિશ્મા તન્નાએ તેની મમ્મીએ ઘરે બનાવેલી શુગર-ફ્રી ચિક્કી રોહિત શેટ્ટીને ખવડાવતાં તે ખુશ થયો હતો. રોહિત આ શોનો હોસ્ટ છે. જોકે તે ડાયટ પર હોવાથી સ્વીટ્સ ખાવાનું ટાળી રહ્યો છે. આ શો દરમ્યાન રોહિતને મીઠી વસ્તુ ખાવાની અચાનકથી ઇચ્છા થઈ આવી હતી. જોકે આ વાતની કરિશ્માને જ્યારે જાણ થઈ તો તેણે હોમમેડ શુગર-ફ્રી ચ‌િક્કી રોહિત સાથે શૅર કરી હતી. રોહિતે આ ચ‌િક્કીની ખૂબ પ્રશંસા પણ કરી હતી. આ સાથે જ તેની મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા પણ પૂરી થઈ ગઈ હતી. આ શોનું શૂટિંગ બલ્ગેરિયામાં કરવામાં આવ્યું હતું. આ શોમાં સેલિબ્રિટીઝને વિવિધ ટાસ્ક આપવામાં આવી રહ્યા છે. કરિશ્મા દરેક ટાસ્કને સફળતાથી પૂરો કરી રહી છે.

rohit shetty bollywood news entertainment news coronavirus covid19